રોહીત પટેલ એટલે સાયન્સ સીટીનું ગુગલ મેપ, કારણ જાણી રહેશો દંગ

હેલ્લો રોહીતભાઈ. સાયન્સસીટી રોડ પર શુકન-1 કઈ તરફ આવ્યું. હેલ્લો રોહીતભાઈ સાયન્સસીટીમાં પંચામૃત પેલેસ કઈ તરફ આવ્યું. આવા એક બે કે ત્રણ કે 100-200 નહી પરંતુ પુરા 8 હજારથી વધારે ફોનકોલ્સ રિસિવ કરીને લોકોને સાચા સરનામે અમદાવાદના રોહીત પટેલ નામના વ્યક્તિ છેલ્લા 8 વર્ષથી પહોંચાડી રહી છે. જી હા માન્યામાં ના આવે તેવી આ સેવા 8 વર્ષથી રોહીત પટેલ સાયન્સસીટી વિસ્તારમાં કરી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં સાયન્સસીટી નામના વિસ્તારનો જ્યારથી જન્મ થયો છે ત્યારથી રોહીત પટેલે સાયન્સસીટી વિસ્તારમાં 4થી 5 જગ્યાએ પોતાનાં ફોન નંબર સાથેનાં બોર્ડ લગાવ્યા છે. જેની ઉપર મથાળુ બાંધ્યુ છે કે એડ્રેસ પુછપરછ.અજાણી વ્યક્તિને મદદરૂપ થવાની ભાવનાથી તેમણે આ બોર્ડ લગાવ્યા હતા. સામાન્ય રીતે આપણને 3કે 4 વ્યક્તિ કોઈ જગ્યાનું સરનામુ પુછે તો આપડે અકળાઈ જઈએ.પરંતુ રોહીત ભાઈના કીસ્સામાં તેવુ નથી.

તેઓ દિવસે અને રાત્રે પણ અટવાઈ પડેલા લોકોને ટેલીફોનથી માર્ગ સુચવે છે.ઉપરાંત લોકોનો ભરોશો ના તુટે અને સાચો માર્ગ દર્શાવી શકે માટે દર મહિને તેઓ સાયન્સસીટી વિસ્તારની પ્રદક્ષીણા કરે છે અને નવા લોકેશન પોતાનાં માઈન્ડમાં ફીડ કરે છે. તેઓ વિદેશ ગયા હતા ત્યારે પણ તેમણે બોર્ડ માર્યું હતું કે પોતે હાજર ન હોવાથી સેવા આપી શકશે નહી.

રોહીત પટેલ જ્યારે શહેર કે રાજ્યની બહાર હોય છે. ત્યારે પણ તેમની આ સેવા ચાલુ જ રાખે છે.થોડા સમય પહેલા તેમનું પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે પથારીમાં સુતા સુતા પણ તેઓ લોકોને માર્ગદર્શન કરતા હતા.તેમનું માનવું છે કે આટલા વર્ષોથી જે વિશ્વાસ તેમના પર લોકોએ મુક્યો છે તે તુટવો ના જોઈએ.સાયન્સસીટી રોડ પર વ્યવસાઈ કરતા લોકોને જો કોઈ એડ્રેસ પુછે તો તે લોકો રોહીતભાઈને ફોન કરીને એડ્રેસ જાણે અને વટેમાર્ગુનું માર્ગદર્શન કરે છે.કેટલાય લોકોએ રોહીતભાઈની આ સેવાનો લાભ લીધો છે.લોકોનાં કહેવા પ્રમાણે રોહીતભાઈની આ સેવા અદભૂત છે.

છેલ્લા 8 વર્ષથી લોકોને દિવસ રાત જોયા વગર ફોન ઉપાડીને સરનામાં બતાવવા તે સમાજની ઉત્તમ સેવા જ ગણી શકાય.ખરેખર રોહીત પટેલ એટલે સાયન્સસીટી વિસ્તારનું ગુગલ મેપ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર