હૈદરાબાદમાં રહેતા આ રિક્ષાવાળાનું નામ શેખ સલીમ છે અને તેઓ તરસ્યા લોકોને મફતમાં ઠંડું પાણી પીવડાવવાનું કામ કરે છે. 45 વર્ષીય શેખ સલીમ તેમની સાથે રિક્ષામાં નાનકડું વોટર કૂલર રાખે છે કે જેથી ગરમીમાં લોકોને પાણી પીવડાવી શકાય.
દરરોજ સવારે 9 વાગ્યે નીકળે છે
આ રિક્ષાવાળા ભાઈ દરરોજ સવારે 9 વાગ્યે ઘરેથી નીકળે છે અને સાંજે 6 વાગ્યાસુધી રિક્ષા ચલાવે છે. તેઓ રસ્તા પર જતા રાહદારીઓ, ટ્રાફિક પોલીસવાળા, રસ્તા પરના ભીખારીઓ વગેરેને મફતમાં ઠંડું પાણી પીવડાવે છે. તેઓ રિક્ષા ચલાવી રહ્યા હોય અને જો કોઈ હાથ બતાવીને રિક્ષા ઊભી રાખવાનું કહે તો તેઓને પણ મફતમાં ઠંડું પાણી પીવડાવે છે.
દરરોજ ખરીદે છે 20 લીટર પાણી
આ રિક્ષાવાળા ભાઈ જણાવે છે કે તેઓ દરરોજ 20 લીટર પાણીની ખરીદી કરે છે, ત્યારબાદ આ પાણીને વોટર કૂલરમાં ભરીને સફર પર નીકળી પડે છે. તેઓ જણાવે છે કે દરેક વ્યક્તિએ અન્ય લોકોને બને તેટલી મદદ કરવી જોઈએ. આ રિક્ષાવાળાને સલામ કરવાનું મન થાય છે.
આવા સેવાકીય કાર્યને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.