થોડા દિવસ પહેલા બિલાસપુરના પેન્ડ્રોમાં રહેનાર એક યુવકે આરોપ લગાવ્યો હતો કે, વગર ટિકિટે મુસાફરી કરવા પર તેને ટીટીઇએ ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. ઘટના નવતનવા એક્સપ્રેસથી મુસાફરી કરતી વખતની છે. યુવકનો પગ ઇજાગ્રસ્થ થતા તેને અપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. ડોક્ટરોએ તેનો ડાબો પગ કાપીને અલગ કરી નાખ્યો છે. યુવકે રીવા એક્સપ્રેસની જનરલ ટિકિટ લીધી હતી પરંતુ તે નવતનવા એક્સપ્રેસના રિઝર્વેશન ડબ્બામાં બેસી ગયો. થોડા સમય બાદ ટીટીએ તેની પાસે ટિકિટ માંગી તો તેણે જનરલ ટિકિટ બતાવી..
આના પર ટીટીઇએ 800 રૂપિયા દંડ લગાવ્યો પરંતુ યુવક પાસે 200 રૂપિયા જ હતા. જેથી ટીટીઇએ તેને જેલ મોકલવાની ચેતવણી આપી. આ વાત પર વિવાદ વધી ગયો. યુવકે આરોપ લગાવ્યો કે ટીટીઇએ વેંકટ નગર પાસે તેને ધક્કો મારી દીધો. જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્થ થયો છે. અમે આ વિષય પર રેલ્વે ચીફ પબ્લિક રિલેશન ઓફિસ (CPRO) દીપક કુમાર અને રેલ્વે પીઆરઓ (ઇન્દોર) જિતેન્દ્ર કુમાર જયંત સાથે વાત કરી, જેમા તેમણે જણાવ્યું કે. વગર ટિકિટે મુસાફરી કરનાર પેસેન્જર પર શું કાર્યવાહી થઇ શકે છે અને આવી કંડીશનમાં એક પેસેંજરના શું અધિકાર હોય છે.
તમને જણાવી દઈએ કે ૧ એપ્રિલથી રેલ્વેએ ટ્રેનની અંદર ટીકીટ આપવાની શરૂઆત કરી છે. જેના કારણે ટીકીટ વગર સફર કરતા યાત્રીઓ ટીટીનો સંપર્ક કરીને ટીકીટ લઇ શકે છે. આ સુવિધા અંતર્ગત ટીટીને આ હેન્ડ હેલ્ડ મશીન આપવામાં આવ્યું છે. જે ટ્રેનની અંદર યાત્રીઓને ટીકીટ આપશે.
આ હેન્ડ હેલ્ડ મશીન એ રેલવેના પેસેન્જર સીસ્ટમ સાથે જોડાયેલી હશે. જેવું કોઈ ટીકીટ માંગશે કે મશીનમાં નામ અને જગ્યાનું નામ એન્ટર કરશે કે તરત ટીકીટ મળી જશે. મશીનની મદદથી ટ્રેનમાં કેટલી બર્થ ખાલી છે એની જાણકારી પણ સરળતાથી મળી જશે. જો કોઈનું વેઇટિંગ ક્લીયર નથી થયું તો તેઓ ટીટી પાસે જઈને પોતાની ટીકીટ બતાવીને ખાલી સીટની જાણકારી મેળવીને પોતાની સીટ કન્ફર્મ કરાવી શકશે.
પેસેન્જર વગર ટિકિટે હોય અને તેની પાસે પૈસા પણ ના હોય…..
– સીપીઆરઓ અનુસાર, જો કોઇ પેસેન્જર જનરલની ટિકિટ લઇને રિઝર્વેશનમાં બેસે છે તો ટીટીઇ પાસે તેના પર ચલાણ કાપવાનો અધિકાર છે.
– પેસેન્જર પાસે જો પૈસા નથી તો ટીટીઇ તેને નેક્સ્ટ સ્ટેશન (જે પણ નજીકના સ્ટેશન પર ટ્રેન રોકવાની હોય તે) પર ઉતરવાનું કહી શકે છે.
– ટીટીઇ પાસે જો સીટ અવેલેબલ હોય છે તો તે સંબંધિત પેસેન્જરથી ડિફરેંસ અમાઉન્ટ લઇને અનામત કેટેગરીમાં ટિકિટ જાહેર કરી શકે છે.
– જો કોઇ પેસેન્જર ટીટીઇ સાથે અગમ્યતા કરે છે તો તે જીઆરપીને ઇન્ફોર્મ કરી શકે છે અને પેસેન્જર પર કાયદાકિય કાર્યવાહી થઇ શકે છે પરંતુ કોઇપણ કંડીશનમાં પેસેન્જરને ધક્કો મારી શકાતો નથી.
– જ્યારે અનામત કેટેગરીમાં સીટ ખાલી હોવા પર પેસેંજરને નક્કી કરેલી રકમ લઇને સીટ લેવાનો અધિકાર હોય છે.
– જો કોઇ પેસેન્જરની ટ્રેન ટિકિટ ગુમ થઇ ગઇ છે અને તેની પાસે ઇ-ટિકિટ પણ નથી તો પણ તે ટૃએનમાં પોતાની સીટ પર મુસાફરી કરી શકે છે. આના માટે પેસેન્જરે પોતાની ઓરિજનલ આઇડી ટીટીઇને બતાવવાની રહેશે. ત્યારબાદ ઇન્સ્પેક્ટર નક્કી એમાઉન્ટ લઇ સંબંધિત પેસેંજરના નામ પર ડુપ્લીકેટ ટિકિટ જાહેર કરે છે.
ટીટીઇ ગેરવ્યવહાર કરે તો….
– કોઇ પણ ટીટીઇને ચાલતી ટ્રેનમાં પેસેન્જર સાથે ગેરવ્યવહાર કરવાનો, ધક્કો મારવાનો અથવા મારપીટ કરવાનો અધિકાર નથી.
– જો કોઇ ટીટીઇ આમ કરે છે તો ટ્રેનમાં ગાર્ડની પાસે તેની ફરિયાદ રજિસ્ટર થાય છે. પેસેન્જર ત્યાં જઇને ફરિયાદ નોધાવી શકે છે.
– દરેક ટીટીઇની યૂનિકોર્મ પર તેનું નામ લખેલું હોય છે. પેસેન્જર રજિસ્ટરમાં ટીટીઇના નામની સાથે ફરિયાદ કરી શકે છે.
– પેસેન્જર રેલ્વેની એપ દ્વારા પણ ફરિયાદ નોધાવી શકે છે. જીઆરપીમાં પણ ફરિયાદ કરી શકાય છે…