પેસેન્જર્સને બસમાં ઉભા-ઉભા ન લઈ જઈ શકાય, જાણો તમારા 7 અધિકાર

કોઈ પણ પેસેન્જર્સ પાસેથી ભાડું લેવામાં આવે છે તો તેને બસમાં સીટ આપવી જરૂરી છે. જો કોઈ ભાડું લીધા બાદ પણ સીટ નથી આપી રહ્યું તો મુસાફર તેની ફરિયાદ કરી શકે છે. આરટીઓ જીતેન્દ્ર સિંહ રધુવંશી(ઈન્દોર)એ જણાવ્યું કે કેન્દ્રીય મોટરવ્હીકલ નિયમ અંતર્ગત વધુમાં વધુ 12 મુસાફરને ઉભાઉભા બસમાં લઈ જઈ શકાય છે. જોકે બસ સંચાલકે તેની અલગથી પરમીશન લેવાની હોય છે. જો આ પરમીશન સંચાલકની પાસે નથી તો તેણે પેસેન્જર્સને સીટ આપવી જ પડશે, આમ ન થવા પર પેસેન્જર્સ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમીશનરની સાથે ક્ષેત્રીય ટ્રાન્સપોર્ટ અધિકારીને ફરિયાદ કરી શકે છે.

અહીંથી પણ નિરાકરણ ન થાય તો કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી શકો છો. એવામાં સંબધિત બસ સંચાલકે મુસાફરને કમ્પેન્સેશન આપવું પડી શકે છે. એવામાં અમે એક્સપર્ટસ દ્વારા એ બતાવી રહ્યાં છે કે કન્ઝયુમરના કયાં કયાં અધિકાર છે અને કયાં મામલાઓમાં કન્ઝયુમર કોર્ટનો દરવાજો ખખડાવી શકાય છે.

અકસ્માત થવા પર કમ્પેન્સેશનનો છે હક

જો કોઈ મુસાફર પબ્લિક સર્વિસ વ્હીકલમાં મુસાફરી કરે છે અને ડ્રાઈવરની ભૂલને કારણે અકસ્માતનો શિકાર બને છે તો આવા મામલામાં સંબધિત યાત્રી કમ્પેન્સેશન કલેમ કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટ આ પ્રકારના મામલામાં આદેશ આપી ચુકી છે.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોરપોરેશનની બસમાં અરવિંદ મહેતા નામનો યાત્રી એકસ્માતનો શિકાર બન્યો હતો. તેણે કમ્પેન્સેશન માટે કોર્ટમાં અપીલ કરી. બાદમાં મોટર દુર્ધટનાના દાવામાં ટ્રિબ્યુનલ (MACT)એ GSRTCને મહેતાને કમ્પેન્શસેશન આપવાનો આદેશ આપ્યો હતો.

રિટાયર્ડ એસપી ટ્રાફિક આર એસ રાણાવતનું કહેવું છે કે બસ સંચાલકો જે સુવિધાઓ આપવાનો દાવો કરે છે, તેમણે તે સુવિધાઓ યાત્રીને આપવી જરૂરી છે. ન આપવા પર ઘણાં મુસાફર કન્ઝયુમર કોર્ટમાં ગયા છે અને તેમને ત્યાંથી ન્યાય મળ્યો છે. આજે અમે વાત કરી રહ્યાં છે બસમાં મુસાફરને શું અધિકાર મળે છે.

જો તમે AC બસમાં રિઝર્વેશન કરાવ્યું છે તો બસનું AC ચાલું હોય તે જરૂરી છે.

જે ડેસ્ટિનેશન સુધી તમે બુકિંગ કરાવ્યું છે, ત્યાં સુધી જો બસ તમને ન છોડે તો તમને વળતરનો અધિકાર છે.

દરેક મુસાફરને રેટ મુજબ પૈસા આપવાનો અધિકાર છે. 1 રૂપિયો પણ કન્ડકટર વધુ ન વસુલી શકે.

બસ કેટલા વાગે ડેસ્ટિનેશન પર પહોંચશે, કયાં રૂટથી જશે, કઈ-કઈ જગ્યાએ રોકાશે, તે માહિતી મેળવવાનો મુસાફરને અધિકાર છે.

બુકિંગ કર્યા બાદ પણ બસ જો તમને તમારા ડેસ્ટિનેશન પર ન છોડે તો પણ તમે રિફન્ડના હકદાર છો.

બસમાં સુરક્ષિત યાત્રા કરાવવી તે સંચાલકની જવાબદારી છે. કન્ડકટર, ડ્રાઈવર મિસબિહેવ કરે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જાણવા જેવું