અમદાવાદ- કાંકરિયામાં રાઇડ તૂટતા 3નાં મોત, 27 લોકો ઇજાગ્રસ્ત, રાઇડ સંચાલકની અટકાયત

અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-યુવકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાંઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફસાયેલાને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.શહેરનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા ઘટના સ્થળે પહોંચ્યા છે. ઘટના પર સીએમ ઓફિસમાંથી નજર રાખવામાં આવી રહી છે. રાઇડ સંચાલક ઘનશ્યામ પટેલ સહિત 4 લોકોની મણિનગર પોલીસે અટકાયત કરી છે. ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એલજી હોસ્પિટલમાં પહોંચ્યા છે.

મૃતકોની યાદી

મનાલી વી. રજવાડી (ઉં.વ. 24), રહે. સીટીએમ હીરાબાગ
મહમદ જાહીદ આર મોમીન (ઉં.વ. 22) રહે. ક્લીફટન ટાવર, દાણીલીમડા

ઇજાગ્રસ્તાની યાદી

  • -કંજીલા બાનુ (ઉં.વ. 16)
  • -રાકેશભાઇ (ઉં.વ. 26)
  • -વિશાલભાઇ કદમ ((ઉં.વ. 27)
  • -ટ્વિકલ બેન (ઉં.વ. 26)
  • -સંદિપભાઇ (ઉં.વ. 25)
  • -લક્ષ્મી દેવી (ઉં.વ. 22)
  • -નીશાબેન (ઉં.વ. 24)
  • -રાકેશ પાટીલ (ઉં.વ. 25)
  • -બુસુરા બાનુ (ઉં.વ. 16)
  • -તૈયબા સૈયદ (ઉં.વ. 18)
  • -શીફા સંઘવી (ઉં.વ. 17)
  • -જાગ્રૃતિ (ઉં.વ. 20)
  • -આશીષભાઇ (ઉં.વ. 22)
  • -બીજલબેન (ઉં.વ. 23)
  • -સોમીનભાઇ (ઉં.વ. 27)
  • -યુસુફભાઇ (ઉં.વ. 24)
  • -હરીશભાઇ (ઉં.વ. 29)
  • -હીનાબેન (ઉં.વ. 21)
  • -સાગરભાઇ (ઉં.વ. 27)
  • -અંકિતભાઇ (ઉં.વ. 26)
  • -મોહસીન ખાન (ઉં.વ. 19)


ક્રિમિનલ નેગ્લીજન્સી હે઼ઠળ કાર્યવાહી કરો

મેયર બિજલબેન પટેલે જણાવ્યું હતું કે, ઘટનાં અંગે તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ આ ઘટના પર વિરોધ પક્ષે રાજકારણ ન કરવું જોઇએ.

કોંગ્રેસનાં નેતા બદરુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાઇડ સંચાલકો વિરુદ્ધ ક્રિમિનલ નેગ્લીજન્સી હે઼ઠળ કેસ દાખલ કરી કાર્યવાહી કરવી જોઇએ. પીડિતોને 10 લાખનું વળતર આપવું જોઇએ.

રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ

રાઈડ્સ પડતા રાઈડ્સના અનેક કટકા પણ થયા હતા. ઘટનાનાંપગલે કાંકરિયામાંલોકોને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે.આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.

એફએસએલને ઘટનાં સ્થળે બોલાવાઇ

વિજય નહેરાએ જણાવ્યુ હતું કે, પોલીસે સંચાલકો સામે એફઆઇઆર દાખલ કરવાની કાર્યવાહી કરી છે. એફએસએલને પણ ઘટનાં સ્થળે બોલાવાઇ છે. આ દુર્ઘટનામાં રાઇડનો બેઝ પણ બેસી ગયો હતો.

ફાયર બ્રિગેડના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ રાઇડ 65 ફૂટ ઉંચી હતી. જે બંને તરફ 30-30 ફૂટ ઝૂલતી હતી. આ રાઇડનો વચ્ચે જોઇન્ટનો ભાગ તૂટી ગયો છે.

રીવરફ્રન્ટ મેળામાં રાઈડ 50 ફૂટ ઊંચે અટકી હતી

તાજેતરમાં અમદાવાદ રીવરફ્રન્ટ મેળામાં રાઈડ 50 ફૂટ ઊંચે અટકી પડી અને ઉપર અટકી ગયેલી આ રાઈડમાં બાળકો સહિત 28 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા.

2018માં આનંદ મેળામાં રાઇડ તૂટતા બેનાં મોત થયા હતા

અમદાવાદઃ શહેરના નારોલ સર્કલ પાસે આનંદ મેળામાં ચાંદ તારે નામની રાઇડ તૂટી પડતાં બેના ઘટનાસ્થળે જ મોત થયા છે. રાઇડ પાટા પરથી ઉતરી જતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત લોકોને ઇજા થઈ હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો