ગુજરાતમાં અનેક લોકો શ્રીમંત હોવા છતાં રેશનકાર્ડ ધરાવતા હોઈ તેના લાભ લેતા હોવાના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચૂક્યાં છે. આવા ‘શ્રીમંત ગરીબો’ને શોધી કાઢવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા RTO પાસેથી વાહન માલિકોની યાદી મંગાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ અંગે પ્રાપ્ત મિગતો મુજબ, મોંઘી ગાડીઓ ધરાવતા અને રેશન કાર્ડનો લાભ લેતા આવા પાત્રતા ના ધરાવનારા રેશનકાર્ડ ધારકોને શોધી કાઢવા માટે ગાંધીનગર જિલ્લા પૂરવઠા વિભાગે નવો રસ્તો અપનાવ્યો છે. જેમાં RTO પાસેથી વાહનો ધરાવતા માલિકોની યાદી મંગાવવામાં આવી છે.
એક વખત RTO કચેરી પાસેથી વાહનો ધરાવતા માલિકોની યાદી મળી જાય, તે પછી એ યાદી અનુસાર સબંધિત મામલતદારો દ્વારા તપાસ કરીને NSFA હેઠળ પાત્રતા ના ધરાવતા રેશન કાર્ડ ધારકોને શોધી કાઢવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..