રાજકોટમાં બનશે આર્મ્સ ફેકટરી: મશીન ટુલ્સ ક્ષેત્રે હબ ગણાતા રાજકોટના ઉદ્યોગ વિકાસમાં નવુ પીછુ ઉમેરાશે, રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ, એન્ટી-એરક્રાફટ ગનનું ઉત્પાદન થશે

દેશવિદેશમાં મહત્વનુ નામ-સ્થાન ધરાવતા રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગમાં હવે નવું પીછુ ઉમેરાયું છે. રાજકોટમાં હવે રીવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફટ (વિમાન વિરોધી) ગનનું ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં ફેકટરી ધમધમતી થઇ જશે.રાજકોટ સ્થિત રેસ્પીયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીએ હથિયારોના ઉત્પાદન ફેકટરી માટે કુવાડવા રોડ પરના સાતડા ગામે જમીન ખરીદી લીધી છે જ્યાં જુદા-જુદા હથિયારોનું ઉત્પાદન તથા એસેમ્બલીંગ થશે.

વ્યાપારી ધોરણે ઉત્પાદન શરુ કરાશે
કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતી પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે, કેન્દ્રીય સંરક્ષણ તથા ગૃહ મંત્રાલય તરફથી હથિયારોના ઉત્પાદન તથા એસેમ્બલીંગ માટે લાયસન્સ આપી દેવામાં આવ્યું છે. રાજકોટમાં હથિયારોના ઉત્પાદન માટેનું આ લાયસન્સ થોડા મહિના જ મળી ગયું હતું. અને ઉત્પાદન પ્રક્રિયામાં એડવાન્સ સ્ટેજે પહોંચી ગયા છીએ અને શક્ય એટલી વહેલી તકે વ્યાપારી ધોરણે ઉત્પાદન શરુ કરી દેવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓને હથિયારો વેચી શકશે
પ્રીતી પટેલ રાજકોટના છે.અલબત્ત, મુંબઈમાં રહે છે.રાજકોટ અને મુંબઈ બન્ને સ્થળોએ બિઝનેસ ધરાવે છે. રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એર ક્રાફટ ગન બનાવવાના લાયસન્સ તેમની કંપનીને મળ્યા છે. કંપની હથિયાર લાયસન્સ બનાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, સીઆરપીએફ, સૈન્ય, એસઆરપીએફ સહિતની સુરક્ષા એજન્સીઓને વ્યાપારીક ધોરણે હથિયારો વેચી શકશે.

રૂ.50 કરોડનું નક્કી કરવામાં આવ્યું
રાજકોટની આ કંપની હથિયારોની ટેકનોલોજીના વિશ્વની અનેક કંપનીઓ સાથે કરાર ધરાવે છે. આધુનિક હથિયારો વિકસાવવા માટે કંપની અત્યાધુનિક રીસર્ચ અને ડેવલપમેન્ટ યુનિટ પણ ધરાવે છે. રાજકોટમાં હથિયાર ફેકટરી માટે કંપની દ્વારા 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કરાર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક રોકાણ 50 કરોડનું નક્કી કરવામાં આવ્યું હતું.

ઉપકરણોમાં પણ યોગદાન આપેલુ જ છે
પ્રીતી પટેલ એન્જીનીયરીંગ, ક્ન્સ્ટ્રકશન પ્રોજેક્ટમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે. ભારત ઉપરાંત અખાત તથા સાર્ક દેશોમાં પણ પ્રોજેક્ટ સાકાર કર્યા છે.મશીન ટુલ્સ ક્ષેત્રે રાજકોટ હબ ગણાય છે. ભારતની જ નહીં, વૈશ્વિક કાર કંપનીઓના મહત્વના પાર્ટસ રાજકોટમાં બને છે. ઉપરાંત અન્ય અમુક કંપનીઓએ ઉપગ્રહ ટેકનોલોજીથી માંડીને અન્ય અનેક આધુનિક ઉપકરણોમાં પણ યોગદાન આપેલુ જ છે. હવે હથિયારો પણ રાજકોટમાં બનશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો