હરિયાણાના (Haryana news) ભિવાનીમાં (bhivani crime news) એક ગામમાં નિવૃત ફોજીએ પોતાના (Retired Soldier firing on wife and son)પુત્ર અને પત્ની ઉપર ફાયરિંગ કર્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીર પુત્રએ 112 ઉપર જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપીને (police arrested accused) પકડી લીધો હતો. નિવૃત ફોજીએ પોતાના ઘરમાં જ એકપછી એક બે વખત ફાયરિંગ કર્યું હતું. જેના પગલે વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસના જણાવ્યા પ્રમાણે ફાયરિંગ કરવાની ઘટનામાં 42 વર્ષીય નિવૃત ફોજી ઉદયવીરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પહેલી પત્નીનું નિધન થયું હતું. ત્યારબાદ થોડા સમય પછી તેણે બીજા લગ્ન કર્યા હતા. ફૌજી દારૂના નશામાં હતા. તેણે જ્યારે પોતાના 17 વર્ષના સગીર પુત્રને તેની સાવકી માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોયો તો તે ગુસ્સે ભરાયો હતો. અને જોતજોતામાં તેણે બે ફાયરિંગ કરી દીધા હતા.
મળતા માહિતી પ્રમાણે આરોપીએ ફોજીએ પહેલા હવામાં ફાયરિંગ કર્યું હતું અને પછી લાયસન્સ રિવોલ્વર સગીર પુત્ર ઉપર તાકીને ફાયર કરવા જતો હતો કે તરત પુત્રએ પિતાને જમીન ઉપર પછાડ્યો હતો અને જીવ બચાવીને ભાગી ગયો હતો.
આવી સ્થિતિમાં બીજુ ફાયરિંગ જમીન ઉપર થયું હતું. પોલીસે આને આંતરીક વિખવાદ ગણાવ્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને પાડોશી ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.
પોલીસનું શું કહેવું છે?
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર વિદ્યાનંદના જણાવ્યા પ્રમાણે 112 ઉપર ગામમાંથી ફોન આવ્યો હતો કે રિટાયર્ડ ફોજીએ પોતાના ઘરમાં જ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ફોજીની અટકાયત કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે ફોજી નશાની હાલતમાં હતો અને પુત્ર અને પત્ની સાથે ઝઘડો થતાં તેને ડરાવવા માટે બે ફાયરિંગ કરી દીધા હતા. ફાયરિંગ અંગે પોલીસને આપવામાં આવેલી ફરિયાદ અને સાચું કારણ થોડું અલગ છે. આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે અત્યારના સમયમાં સંબંધોને લાંછન લગાડતા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. પરંતુ હરિયાણામાં સાવકી માતા અને પુત્રને આપત્તિજનક સ્થિતિમાં જોતા પિતાએ ગુસ્સે ભરાઈને ફાયરિંગ કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે માતા-પુત્રના પવિત્ર સંબંધને લાંછન લગાડ્યાની લોક મુખે ચર્ચા પણ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..