પિઝા-બર્ગર ખાતા લોકો ચેતજો! તમારા સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યો છે ખેલ, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

જો તમને પણ પિઝા-બર્ગર ગમે છે અને તેનો સ્વાદ લેવા માટે મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, ડોમિનોઝ અથવા પિઝા હટ(McDonald’s, Burger King, Domino’s, Pizza Hut) પર જાઓ છો, તો સાવચેત રહો.

સંશોધનમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો
તાજેતરમાં થયેલ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આ આઉટલેટ્સ પર મળતા જંક ફૂડમાં ડિટર્જન્ટમાં વપરાતા રસાયણો ભેળવવામાં આવે છે. એટલે કે, તમારા સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ થઈ રહ્યો છે.

પ્લાસ્ટિકને નરમ રાખે છે Chemical
DNAના અહેવાલ પ્રમાણે, જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સેન એન્ટોનિયો, ટેક્સાસ), બોસ્ટન યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલ સંશોધન, જર્નલ ઑફ એક્સપોઝર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, સંશોધન મુજબ, મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝા હટ, ડોમિનોઝ, ટેકો બેલ અને ચિપોટલ સહિતની જાણીતી ફૂડ ચેઇન્સમાં મળી આવતા જંક ફૂડમાં પ્લાસ્ટિકને નરમ કરવા માટે વપરાતું રસાયણ મળી આવ્યું છે.

64 ખાદ્યપદાર્થોના સેમ્પલનું કરાયું ટેસ્ટિંગ
આ રસાયણિક ખોરાક ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. સંશોધકોએ આ આઉટલેટ્સમાંથી હેમબર્ગર, ફ્રાઈસ, ચિકન નગેટ્સ, ચિકન બ્યુરીટો અને ચીઝ પિઝાના 64 ફૂડ સેમ્પલની તપાસ કરી. તેઓએ જોયું કે 80% થી વધુ ખોરાકમાં DnBP નામનું phthalate છે અને 70% માં phthalate DEHP છે. બંને રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Phthalate નો ઉપયોગ ક્યાં થાય છે?
સંશોધકોના જણાવ્યા અનુસાર, Phthalate એ એક રસાયણ છે જેનો ઉપયોગ કોસ્મેટિક્સ, વિનાઇલ ફ્લોરિંગ, ડિટર્જન્ટ, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, વાયર કવર જેવા ઉત્પાદનોમાં વર્ષોથી કરવામાં આવે છે. આ રસાયણ પ્લાસ્ટિકને નરમ અને વાળવા યોગ્ય બનાવવામાં મદદ કરે છે, જેથી ઉત્પાદનની જરૂરિયાત મુજબ તેને મોલ્ડ કરી શકાય. આ રસાયણો બાળકોમાં અસ્થમા, મગજની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય તે વ્યક્તિની પ્રજનન પ્રણાલીને પણ અસર કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો