ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. મહિલાએ ભારતીય સૈન્યનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે યોગ્ય સમયે તેનું રેસ્ક્યૂ કર્યું. રોડ પર પથરાયેલા બરફ વચ્ચે એમ્બ્યુલન્સ આવી શકે એમ નહોતી. એવામાં ભારતીય સૈન્યએ મહિલાને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડી.
બાંદીપોરાનું તાપમાન માઈનસ 7 ડિગ્રી પહોંચ્યું
સૈન્ય અધિકારી પ્રમાણે, શુક્રવારે બાંદીપોરાના પનર આર્મી કેમ્પના કંપની કમાન્ડરને નજીકના એક ગામથી ફોન આવ્યો હતો. ફોન પર એક વ્યક્તિએ કહ્યું કે, તેની પત્ની ગુલશાના બેગમ ગર્ભવતી છે અને તેને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ જોઈએ.’
– તેમણે જણાવ્યું કે, ‘હવામાન બહુ ખરાબ હતું. ભારે હિમવર્ષ પણ થઈ રહી હતી. સાથે જ તાપમાન પણ માઈનસ 7 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. રોડ પર બરફની જાડી ચાદર પથરાઈ ગઈ હોવાના કારણે અવરજવર સંપૂર્ણ રીતે બંધ હતી. એવામાં એ ગર્ભવતી મહિલાને મદદની સખત જરૂર હતી.’
– અધિકારીઓએ જણાવ્યું કે, બાંદીપોરા રાષ્ટ્રીય રાયફલ્સના જવાન હિમ્મત બતાવતા ભારે હિમવર્ષની વચ્ચે ગર્ભવતી મહિલાના ઘર સુધી પહોંચી ગયી. અહીંથી સૈન્યના જવાન એ મહિલાને સ્ટ્રેચર પર લગભગ અઢી કિમી બરફથી ઢંકાયેલા રસ્તા પર ચાલતા ગયા. અહીંયાથી પીડિતાને આર્મી એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલ પહોંચાડી.
– જિલ્લા હોસ્પિટલમાં તપાસ બાદ જણાવાયું કે, મહિલા જુડવા બાળકો સાથે ગર્ભવતી છે અને તેને સિઝેરિયનની જરૂર હતી. તેના માટે તેને શ્રીનગર હોસ્પિટલ રેફર કરાઈ. અહીંયા તેણે સુરક્ષિત જુડવા બાળકોને જન્મ આપ્યો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.