આપણી ત્વચા કેટલી સ્વસ્થ છે તેની સાથે જ વૃદ્ધાવસ્થાની નિશાની પણ આપણી ત્વચા પર રહેલા ખાડા પરથી ખબર પડી શકે છે. જો તમારા ચહેરા પર મોટા રોમ છિદ્ર છે તો તમે વૃદ્ધ લાગી રહ્યા છો. પરંતુ જો તમારે સ્વસ્થ ત્વચા જોઇએ છે તો તમારે ચહેરાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું. જેની મદદથી તમારી આ સમસ્યાને દૂર કરી શકાશે.
ટોનર ન ભૂલો
સ્ક્રબિંગ બાદ ચહેરા પર ટોનર લગાવવાનું ન ભૂલવું જોઇએ, કારણકે સ્ક્રબિંગથી ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે અને મોટા થતા જાય છે. જેથી આ ખુલ્લા રોમ છિદ્રને નાના કરવા માટે ટોનિંગ કરો.
સ્ક્રબ કરો
તમારે અઠવાડિયામાં 2-3 વખત તમારા ચહેરાને સ્ક્રબ કરવું જોઇએ. તેનાથી કોઇ ફરક પડતો નથી. તમારા ચહેરા પર બ્લેકહેડ્સ છે કે નહીં જેના માટે તમે આ ઉપાયને રુટીનમાં સામેલ કરશો તો ચહેરા પરની ગંદકી દૂર થવાની સાથે બ્લેકહેડ્સ પણ નહીં થાય.
ખાસ રાખો ધ્યાન
જ્યારે તમારી ત્વચા પર વધેલા ખા઼ડા બંધ કરવા માટે તમે કોસ્મેટિકનો ઉપયોગ કરો છો તો એક વાત તમે ભુલી જાઓ છો તમે વધારે પ્રમાણમાં મેકઅપ કરો છો તો તમારી ત્વચા શ્વાસ લઇ શકતી નથી. પાવડર લગાવવાથી ત્વચા બ્લોક થઇ જાય છે.
બ્લેક હેડ્સ દૂર કરવા
ચહેરા પરની ગંદકીથી બ્લેકહેડ થઇ જાય છે. જો તેને દૂર કરવામાં ન આવે તો ચહેરા પર ડાઘ પડી જાય છે. તેને દૂર કરવા માટે તમે સ્ટીમ લો અને તે બાદ તેને દબાવીને નીકાળી લો. તે સિવાય તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.
બંધ પોર્સ ખોલો
ધૂળ અને તેલ એક સાથે મળીને તમારી ત્વચામાં બ્લેકહેડ્સ જેવી સમસ્યા થવા લાગે છે. જેથી આ સમસ્યાને દૂર કરવા માટે તમારે દર બે કલાકમાં તમારા ચહેરાને પાણીથી ધોઇ લો. જેનાથી તેલ અને ગંદકી સાફ થશે અને સ્કિન પોર્સ પણ ખુલી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..