કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. પણ તમે ઘરેલૂ ઉપાયોથી પણ આ સમસ્યાને ઠીક કરી શકો છો. ચાલો જાણી લો બહેરાશને દૂર કરવા માટે અસરકારક ઘરેલૂ ઉપાય.
આમ તો કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થાય, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે તો કાનનો ચેપ, કાનમાંથી પરૂં નિકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં મેલ બરાવું, કાનમાં જંતુ જવું, કાનમાં કર્ણનાદ થવો વગેરે જેવી સમસ્યાઓ ઘણાં લોકોને થતી હોય છે. જેથી કાનની તકલીફોમાં ક્યારેય બેદરકારી કરવી નહીં અને સમય રહેતા યોગ્ય ઉપચાર અથવા કાનની સારવાર કરાવવી જરૂરી છે.
કાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે સાંભળવાની શક્તિ ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દૂધમાં 1 નાની ચમચી વાટેલું જીરું નાખી પીવાથી લાભ થાય છે.
સફેદ ડુંગળીનો તાજો રસ સહેજ હૂંફાળો ગરમ કરી કાનમાં બહુ થોડા પ્રમાણમાં નાંખવાથી સાધારણ બહેરાશ હોય તો તે દૂર થાય છે.
તુલસીના પાનના રસને હળવું ગરમ કરીને ટીપું ટીપું કરીને કાનમાં નાખવાથી સાંભળવાની શક્તિ તેજ બની જાય છે અને બહેરાશ ઠીક થાય છે.
સમભાગે હીંગ, સૂંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દિવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશમાં ફાયદો થાય છે.
આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.
નોંધ- આ ઉપાયો અજમાવતા પહેલાં કોઈ નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..