રાજ્યમાં ખાણી પીણી બજારના અનેક નાના દુકાનદારો અને લારીવાળા ફેરિયાઓ ખોરાક રાંધવા અને પીરસવા સમયે સ્ચ્છતા અને હાઇજીન પ્રત્યે ખુબ બેદરકારી રાખતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ હવે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે નાના દુકાનદારો અને ફેરિયાઓએ પણ ખોરાક રાંધતા-પિરસતા સમયે સ્વચ્છ એપ્રોન અને હાથમાં મોજા-કેપ પહેરવા ફરજીયાત છે.રાજ્યના નાગરિકોના આરોગ્યને ધ્યનમાં રાખી રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્યમાં ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા તમામ નાના મોટા વેપારી, દુકાનદારો અને ફેરિયાઓએ ખોરાકને રાંધવા અને પીરસવા સમયે હાઇજીનનું ખાસ ધ્યાન રાખવું પડશે, વર્તમાન સમયમાં મોટા ભાગના વેપારી, દુકાનદાર અને ફેરિયાઓએઆ નિયમનું પાલન નથી કરતા ત્યારે હવે આ તમામ લોકોએ સ્વસ્છ એપ્રોન, હાથના મોજા અને કેપ ફાજિયાત ફેરવી પડશે.
આ અંગે મળતી સત્તાવાર માહીતી અનુસાર, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફૂટપાથો ઉપર ખુમચા કે રેંકડીઓ દ્વારા ફેરીયાઓ દ્વારા પાણીપુરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ જે સ્થળે પાણીપુરીનું વેચાણ કરે છે. તે સ્થળની આસપાસ ખુબ જ ગંદકી ફેલાયેલી જોવા મળતી હોય છે. આ ઉપરાંત નવા અમલમાં આવેલા ફૂડ સેફટી એકટ-૨૦૧૧ પ્રમાણે દરેક ખોરાકી ચીજોનું વેચાણ કરવાવાળાએ કાયદાની જોગવાઈ પ્રમાણે માથે કેપ,તેના શરીર ઉપર એપરન અને હાથમાં હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજીયાત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, નવા એકટ પ્રમાણે દરેક ફેરીયાનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. આજની તારીખમાં શહેરીજનો પણ આવી જગ્યાઓમાં વેચાઈ રહેલી પાણીપુરી ખાઈને વિવિધ રોગના ભોગ બની રહ્યા છે.
નવો એકટ શું છે………
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-૨૦૧૪માં લોકસભામાં અને રાજયસભામાં મંજુર કરાવવામાં આવેલા નવા ફૂડ સેફટી એકટ-૨૦૧૧ની કેટલીક મહત્વની જોગવાઈ આ પ્રમાણે છે.
- વાર્ષિક રૂપિયા ૧૨ લાખથી નીચેનું ટર્ન ઓવર ધરાવતા દરેક ધંધાર્થીનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
- દરેક ધંધાર્થીને જે તે વિભાગ તરફથી ઓળખપત્ર મેળવવું જરૂરી છે.
- દરેક ફેરીયાએ માથે કેપ, શરીર ઉપર એપરન અને હાથમાં હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજીયાત છે.
- દરેક ફેરીયાએ ખાસ કરીને પાણીપુરી વેચનારાઓએ પાણી માટે ખાસ અલગ સ્ટીલનો ડોયો રાખવો ફરજિયાત છે.
- દરેક ફેરીયાએ ધંધાના સ્થળની આસપાસ ચોખ્ખાઈ રાખી ડસ્ટબીન રાખવાનું હોય છે. જેથી કચરો ડસ્ટબીનમાં જ નાંખવામાં આવે.