25 વર્ષ જૂની સોસયટીઓને રીડેવલપ કરી શકાશે, ખરડો થયો મંજૂર, 75 ટકા મકાન માલિકોની સંમતિ જરૂરી

ખાનગી સોસાયટીના રિડેવલપમેન્ટ બિલને આજે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂરી આપી દીધી છે. સરકારે વર્ષો જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ માટે પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ 1973માં સુધારો કરવામાં આવ્યો છે. હવે 75 ટકા મકાન માલિક સહમત થાય તો હવે સોસાયટીને રિડેવલપ કરી શકાશે. જોકે હાઉસિંગ કોલોની રિડેવલપ કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી ઇમારત જર્જરીત અને જોખમી હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડશે.

બ્લેક મેઇલિંગ બંધ થઈ જશેઃ ક્રેડાઈ પ્રમુખ જક્ષય શાહ

રી-ડેવલપમેન્ટને લઈને થયેલા સુધારા અંગે ક્રેડાઈના પ્રમુખ જક્ષય શાહે જણાવ્યુ હતું કે, સૌથી મોટો ફાયદો એ થશે કે બ્લેક મેઇલિંગ બંધ થઈ જશે અને હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને જમીન અને એફએસઆઇનો ઓપ્ટિમમ ઉપયોગ થઈ શકશે, જે રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે ઘણું લાભકારક સાબિત થશે. ભૂકંપ બાદ ઘણી એવા ઘર અને સોસાયટીઓ છે જે સલામત નથી, હવે આ સોસાયટીઓમાં રી-ડેવલપમેન્ટ માટેનો રસ્તો સાફ થશે.

રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિએ પણ બંને વિધેયકને( સોસાયટી રીડેવલપમેન્ટ અને ચેઈન સ્નેચિંગ) મંજૂરી આપી.

રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કારણે આર્થિક પ્રશ્નો પણ હલ થશે

જક્ષયે વધુમાં જણાવ્યુ કે, આના કારણે રિયલ એસ્ટેટમાં વર્ટીકલ ગ્રોથને પ્રોત્સાહન મળશે જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે. આ માત્ર બિલ્ડર્સ કે ડેવેલોપર્સ માટે ફાયદાકારક નથી. પરંતુ જૂની સોસાયટીમાં રહેતા ઘણા એવા પરિવારો છે, જેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતાં હોય છે. રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કારણે તેમના આર્થિક પ્રશ્નો પણ હલ થશે.

75 ટકા મકાન માલિકોની સંમતિ ફરજિયાત:

રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ જમીન માલિકોના કુલ 7પ ટકા માલિકોની સ્ંમતિ ફરજિયાત રહેશે. પઝેશનની તારીખથી 25 વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તેવાં હાઉસિંગ બોર્ડનાં મકાનો હવે રીડેવલપ કરી શકાશે. વિધાનસભાગૃહમાં આ બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિની મહોર:

ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બે વિધેયક( સોસાયટી રીડેવલપમેન્ટ અને ચેઈન સ્નેચિંગ) રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી છે તે જોતા આગામી દિવસોમાં રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિયમો બનાવીને કાયદો અમલી કરશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો