દિલ્હીની ઐતિહાસિક ઈમારત લાલ કિલ્લા પર પોતાના અધિકારનો દાવો કરનારા મુગલ સમ્રાટ બહાદુર શાહ જફરની પૌત્રવધુ સુલ્તાના બેગમની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સુલ્તાના બેગમનું એવું કહેવું છે કે, વર્ષ 1857માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ જબરદસ્તી લાલ કિલ્લા પર પોતાનો કબ્જો જમાવી લીધો હતો. તેમણે એવું પણ કહ્યું કે, અરજી પર મેરિટ વિચાર કર્યા વગર માત્ર આને દાખલ કરવામાં થયેલા વિલંબના આધાર પર અરજી દાખલ કરી દીઘી છે. બીજી તરફ હાઈકોર્ટે એવું કહ્યું છે કે, જ્યારે સુલ્તાનના પૂર્વજોએ લાલ કિલ્લા પર દાવાને લઈને કંઈ કર્યું નથી તો હવે કોર્ટ આને લઈને શું કરી શકે? અરજી દાખલ કરવામાં આટલું બધુ મોડું કેમ કરી દીધું?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જોકે, આ વાતનું એની પાસે કોઈ સ્પષ્ટીકરણ નથી. સુલ્તાના અંતિમ મુગલ સમ્રાટ બાહદુરશાહ ઝફર બીજાના પૌત્ર મિર્ઝા મોહમ્મદના બેદર બખ્તની પત્ની છે. જેનું તા. 28 મે, 1980ના રોજ મૃત્યુ થયું હતું. સુલ્તાન બેગમની અરજી પર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રેખા પલ્લીની એક બેન્ચે સુનાવણી કરી હતી. આ માટે એક યાદી તૈયાર કરવામાં આવી હતી. પલ્લીએ કોર્ટનો દરવાજો આટલો મોડો ખખડાવવાના આધાર પર એની અરજી ફગાવી દીધી છે. પલ્લીએ કહ્યું હતું કે, ઈતિહાસના વિષયમાં મારૂં નોલેજ ઓછું છે. પણ તમે દાવો કરો છો કે, વર્ષ 1857માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફથી તમને અન્યાય કરાયો છે. તો પછી અધિકાર અંગેનો દાવો કરવામાં 150 વર્ષનો સમય કેમ લગાવ્યો? 150 વર્ષનું મોડું કેમ કર્યું? આટલા વર્ષો સુધી તમે શું કરી રહ્યા હતા. બેગમે પોતાની અરજીમાં એવું કહ્યું હતું કે, અઢી એકરમાં એના પૂર્વજોએ તૈયાર કરેલા લાલ કિલ્લા પર બ્રિટિશની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ જબરદસ્તથી કબ્જો કરી લીધો હતો. એના દાદાજી સસરા અને અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફરને હુમાયુની કબર પાસેથી પકડી મ્યાનમાર મોકલી દીધા હતા.
સામાન્ય ભારતીયોને ઝફરની કબર અંગે કોઈ પ્રકારની જાણકારી નથી. ઘણી શોધખોળ અને પુરાવાઓ ભેગા કર્યા બાદ એમના મૃત્યુના 130 વર્ષ બાદ ખ્યાલ આવ્યો કે, રંગુનમાં એમની છુપી રીતે દફનવિધિ કરી દેવાઈ હતી. લાલ કિલ્લાનું નિર્માણ મુગલ શાસક શાહજહાંએ યમુના નદીના કિનારે 1648થી 1658 વચ્ચે કરાવ્યું હતું. એક સમય એવો પણ હતો કે, કિલ્લાની ત્રણેય બાજુથી યમુના નદીના દર્શન થતા. મુગલ શાસકના છઠ્ઠા બાદશાહ ઔરંગઝેબે લાલ કિલ્લામાં એક સંગેમરમરની કલાત્મક મોતી મસ્જીદ બનાવડાવી હતી. પણ 1857માં બહાદૂર શાહ જફરને અંગ્રેજોએ પકડી કોલકાતા મોકલી દીધા હતા. કંપનીએ લાલ કિલ્લામાં રહેલો શાહી ખજાનો લૂંટી લીધો હતો. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ લાલ કિલ્લા પર એક તિરંગો લહેરાવીને એક નવી પરંપરા શરૂ કરી દીધી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..