લીલી હળદરનું આ રીતે સેવન કરશો તો શરદી, કફથી લઈ કેન્સર જેવા રોગો પણ રહેશે દૂર, જાણો અને શેર કરો

હળદર ભારતીય રસોઈનો એક મહત્વનો ભાગ છે. તે એખ હર્બલ મેડિસિન પણ છે. સાથે જ તેમાં 300 એન્ટીઓક્સીડેન્ટ્સ અને ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોવાથી તે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો આપે છે. એક વ્યક્તિ એક દિવસમાં 1થી 3 ગ્રામ હળદરનું સેવન કરવું જોઈએ. જોકે શિયાળામાં લીલી હળદર પણ મળી રહે છે. તેનાથી અદભૂત સ્વાસ્થ્ય ફાયદાઓ છે અને તે બેસ્ટ ઔષધી પણ છે. જેથી આજે અમે તમને લીલી હળદરની એવી બેસ્ટ ડ્રિંક જણાવીશું, જે આખો શિયાળો પી લેશો તો રોગો પાસે પણ નહીં ફરકે.

કઈ રીતે તૈયાર કરવું લીલી હળદરનું જ્યૂસ?

સૌથી પહેલાં 7-8 લીલી હળદર લઈને તેને બરાબર ધોઈ લો. પછી તેની છાલ કાઢી લો. હવે તેને જ્યૂસર મશીરમાં અથવા મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને તેનું જ્યૂસ કાઢી લો. હવે આ જ્યૂસને તમે 3 દિવસ સુધી ફ્રિઝમાં સ્ટોર કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

કઈ રીતે કરવો ઉપયોગ?

તમે સાદાં પાણીમાં, લીંબુના શરબતમાં, સ્મૂધીમાં, દૂધમાં, સૂપમાં લીલી હળદરનું જ્યૂસ મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય તમે સવારે 1 ગ્લાસ પાણીમાં 1-1 ચમચી લીલી હળદર અને આદુનો રસ, 1 લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પણ પી શકો છો.

કયા ફાયદાઓ મળશે?

લીલી હળદરના જ્યૂસનું સેવન આખો શિયાળો કરવાથી આર્થ્રાઈટિસના પેઈનમાં ફાયદો મળે છે.

મોટી ઉંમરના લોકોમાં અલ્ઝાઈમરનો ખતરો દૂર થાય છે.

લીલી હળદરનો જ્યૂસ પીવાથી કેન્સર સામે રક્ષણ મળે છે.

આ જ્યૂસ પીવાથી કફ, શરદી, ખાંસી, વાયરલ સામે રક્ષણ મળે છે.

પાચનની સમસ્યાઓને દૂર કરવામાં પણ આ જ્યૂસ ખૂબ જ કારગર છે.

હળદરમાં રહેલું કર્ક્યુમિન હાર્ટના રોગોથી બચાવવામાં મદદ કરે છે.

બ્લડ શુગર નિયંત્રણમાં રાખવા માટે પણ લીલી હળદરનો જ્યૂસ ફાયદાકારક છે.

સ્કિનને હેલ્ધી રાખવા અને સ્કિન ડિસીઝથી બચવા હળદર ખૂબ જ અસરકારક છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો