કરોડોનું સામ્રાજ્ય સંભાળનાર રતન ટાટાએ 10 રૂપિયાની કપકેકથી બર્થડે સેલિબ્રેટ કર્યો, 30 સેકન્ડના વીડિયોએ દેશવાસીઓનાં દિલ જીત્યાં

લાવિશ વેન્યૂ નહીં, કોસ્ટલી ડેકોરેશન નહીં અને કોઈ મોટા ગેસ્ટ નહીં છતાં રતન ટાટાના બર્થડે સેલિબ્રેશનની દેશભરમાં નોંધ લેવાઈ. જેમણે લગભગ રૂ. 25 લાખ કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું એવા આ દેશના ‘રતને’ મોંઘી થ્રી લેયર્ડ કેકને બદલે સિંગલ કેન્ડલવાળી 10-20 રૂપિયાની કપકેપ પસંદ કરી. 28 ડિસેમ્બરે રતન ટાટા 84 વર્ષના થયા. તેમના આ બર્થડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રતન ટાટા સાદગીપૂર્ણ રીતે જન્મદિવસ મનાવી રહ્યા છે. રતન ટાટાની સાથે યંગ બિઝનેસમેન શાંતનુ નાયડુ પણ છે. આ વીડિયો બિઝનેસમેન હર્ષ ગોયન્કાએ શૅર કર્યો છે.

30 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં રતન ટાટા શાંતનું નાયડુ સાથે જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં તેઓ કપકેક પર લાગેલી કેન્ડલ બુઝાવે છે અને સાથેસાથે તેનો વીડિયો પણ બનાવી રહ્યા છે. આ સમયે પાસે બેઠેલો શાંતનું તાળીઓ પાડી તેમને શુભકામના આપે છે. બાદમાં શાંતનું ઉભા થઈને પ્રેમથી રતન ટાટાના ખભા અને પીઠ પર હાથ મૂકે છે. ત્યારબાદ તેમને કપકેકમાંથી નાનકડો ટૂકડો ખવડાવે છે. આ વીડિયો સામે આવતાં રતન ટાટા પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. સૌ કોઈ આ સાદગીપૂર્ણ સેલિબ્રેશનની પ્રશંસા કરી રહ્યા છે.

કોણ છે શાંતનુ નાયડુ?
28 વર્ષીય શાંતનુએ બહુ નાની ઉંમરે જ બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં એક નવો મુકામ હાંસલ કર્યો છે. આ એ જ શાંતનુ છે જેમણે પોતાના આઈડિયાથી રતન ટાટાને પોતાના ફેન બનાવી લીધા હતા. શાંતનુની એક પોતાની કંપની છે, જેનું નામ મોટોપૉઝ છે, આ કંપની કૂતરાના કૉલર બેલ્ટ બનાવે છે. આ બેલ્ટ અંધારામાં ચમકે છે જેથી કોઈ વાહન તેને અડફેટે ના લે. એવું કહેવાય છે કે, રતન ટાટા પોતાનું પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ જે સ્ટાર્ટઅપમાં કરે છે, તેની પાછળ શાંતનુનું જ ભેજું હોય છે.

રતન ટાટાનો જન્મ મુંબઈમાં થયો હતો
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં જન્મ થયો હતો. રતન ટાટા નવલ ટાટાના દીકરા છે. તેમનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં થયો હતો અને કેથેડ્રલમાં જ હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે જોન કેનૌન કૉલેજમાંથી વાસ્તુકળામાં B.Sc. કર્યું હતું. એ પછી કૉર્નેલ યુનિવર્સિટીથી 1962માં એન્જિનિયરિંગ કર્યું અને 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યો હતો.

1991થી 2012 સુધી ટાટા ગ્રૂપના અધ્યક્ષ રહ્યા
રતન ટાટા વર્ષ 1991થી 2012 સુધી ટાટા ગ્રૂપના અધ્યક્ષ રહ્યા. 28 ડિસેમ્બર 2012ના રોજ તેમણે તેમણે ટાટા ગ્રૂપનું અધ્યક્ષ પદ છોડી દીધું, જો કે આજે પણ તેઓ ટાટા ગ્રૂપના ચેરિટેબલ ટ્ર્સ્ટના અઘ્યક્ષ છે. પોતાના કાર્યકાળમાં તેઓ ટાટા ગ્રૂપની તમામ પ્રમુખ કંપનીઓ જેવી કે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્સલ્ટન્સી, ટાટા ટી, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટલ્સ અને ટાટા ટેલી સર્વિસીસના પણ અધ્યક્ષ રહ્યા. તેમના નેતૃત્વમાં ટાટા ગ્રૂપ એક નવી ઊંચાઈએ પહોંચ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો