કાર ખરીદ્યા બાદ તેને સાચવવી પડે છે. કેટલીક સમસ્યા મેઈન્ટેનન્સ સાથે જોડાયેલી હોય છે તો કેટલીક એવી સમસ્યા છે કે જે કાર ચલાવો કે ન ચલાવો પણ આવતી રહે છે. જેમાની એક સમસ્યા છે ઉંદરોની. ઉંદરો કારમાં ધૂસી જાય તો બરબાદ કરી નાખે છે, વાયરિંગ કાપી નાખે છે, જેના કારણે ક્યારેક આગ પણ લાગી શકે છે. ત્યારે આજે અમે અહીં જણાવી રહ્યાં છીએ કે કારમાં ઉંદર આવી જાય તો શું નુક્સાન કરી શકે છે અને કેવી રીતે કારને ઉંદરથી બચાવી શકાય છે.
ઉંદર કારમાં પહોંચાડી શકે છે આવા નુકસાન
– એન્જિનવાળા ભાગમાં ઉંદર ઘૂસી જાય તો તે વાયર કાપી નાંખે છે, રબરની પાઇપને કટ કરી નાંખે છે. તેવામાં ત્યાં વાયરિંગ ચેન્જ કરાવવાનો ખર્ચ પણ વધી જાય છે. જે હજારો રૂપિયામાં હોય છે.
– ઉંદરો વાયરિંગ કાપી નાંખે છે, જેના કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે. કારણ કે આપણને માલુમ નથી હોતું કે ઉંદર કારમાં છે અને તેણે વાયરિંગ કાપી નાંખ્યું છે. તેવામાં જ્યારે આપણે કાર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે શોર્ટ સર્કિટ થવાના ચાન્સિસ વધી જાય છે અને તેના કારણે આગ લાગી શકે છે.
– ઘણીવાર ઉંદર એસીના બ્લોરમાં આવી જાય છે અને ફસાઇ જવાથી મરી જાય છે. જેના કારણે ખરાબ ગંધ કારમાંથી આવવા લાગે છે જેના કારણે આપણે કારમાં બેસી પણ શકતા નથી.
500 રૂપિયાનો આ સ્પ્રે કારથી દૂર રાખશે ઉંદરને
બજારમાં અનેક પ્રકારની પ્રોડક્ટ મળે છે, જે કારને ઉંદરથી બચાવે છે. આવી જ એક પ્રોડક્ટ ઓનલાઇન અથવા તો માર્કેટમાંથી ખરીદી શકો છો. નિકેમ નો એન્ટ્રી(NICHEM No Entry) નામના સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે તો કારમાં ઉંદર ઘૂસી શકશે નહીં. અમેઝોન જેવી ઓનલાઇન શોપિંગ વેબસાઇટમાં આ પ્રોડક્ટની કિંમત 500 રૂપિયા છે. આ સ્પ્રે 200ML હોય છે અને તેનો એક વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.
આ રીતે કરો સ્પ્રેનો ઉપયોગ
– આ સ્પ્રેનો ઉપયોગ કરતી વખતે સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવું. સ્પ્રેના પેકેટમાં માસ્ક અને ગ્લવ્ઝ આપવામાં આવે છે, તેને પહેરીને જ સ્પ્રે મારવો.
– સ્પ્રે કરતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એન્જિન ક્લિન હોવું જોઇએ, કારણ કે ધૂળ અથવા રજકણો હશે તો સ્ર્પે લગાવવાથી કોઇ ફાયદો થશે નહીં. તેથી કારને વોશિંગ કરાવ્યા પછી જ સ્પ્રે મારવો.
– કારના એન્જિનની આસપાસ જ્યાં વાયરિંગ અથવા તો રબરના પાર્ટ્સ છે તેના પર સ્પ્રે મારવો.
– ઉંદરો કારના નીચેના ભાગથી સરળતાથી આવી જતા હોય છે, તેથી કારના નીચેના ભાગમાં જ્યાં આર્મ આવે છે ત્યાં સારી રીતે સ્પ્રે મારવો જોઇએ. તેથી તેની સ્મેલ અને ટેસ્ટના કારણે ઉંદર કારમાં ન ઘૂસી શકે. આવી જ રીતે કારની પાછળના ભાગમાં જ્યાં વાયરિંગ દેખાય ત્યાં સ્પ્રે મારવો જોઇએ.
– એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કારની અંદર ક્યારેય સ્પ્રે મારવો નહીં કારણ કે તેની સ્મેલ ખતરનાક હોય છે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..