હૈદરાબાદી રૈપર રૂહાન અર્શદે સંગીતની દુનિયાને અલવિદા કહી દીધુ છે. ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે લાંબા સમય સુધી ફેન્સનું મનોરંજન કરનાર અર્શદે આટલો મોટો નિર્ણય કેમ લીધો? 2018માં ‘મિયા ભાઇ’ રૈપ સોંગથી ધુમ મચાવનાર રૂહાને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને અલવિદા કહેતા પહેલા કહ્યું કે ઇસ્લામમાં સંગીત હરામ છે અને હવે તે માત્ર હલાલ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કરોડો ફેન્સેનું દિલ તૂટ્યું
રૂહાને પોતાની યૂટ્યૂબ ચેનલ પરથી પોતે આ વાતની ઘોષણા કરી છે કે હવે તે આગામી સમયમાં આ પ્રકારની પરફોર્મંસ આપતો નજર નહીં આવે. જણાવી દઇએ કે, રૂહાને યૂટ્યૂબ ચેનલ પર ‘રૂહાન અર્શદ ઓફિશિયલ’ પર 2.34 મિલિયન (લગભગ 23 લાખ) સબસ્ક્રાઇબર છે. વીડિયોમાં અર્શદે કહ્યું કે, મને મારા નિર્ણય પર સંપૂર્ણ વિશ્વાસ છે.
રૂહાને કહ્યું કે, ઘોષણા કરતા સમયે તેના દિલમાં એવો કોઇ વિચાર ન હતો. તેણે કહ્યું,‘હું મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે છોડી રહ્યો છું અને હવે હું આગળ ક્યારેય વીડિયો નહીં બનાવું. મને ખબર છે કે ઇસ્લામમાં સંગીત હરામ છે, પરંતુ તે મારું સપનું હતું, જેના કારણે હું અહિંયા સુધી આવી ગયો.’
ફેન્સને પણ સંગીત છોડવા કહ્યું
જોકે ફેન્સને આશ્વાસન આપતા રૂહાને એવું પણ કહ્યું કે, તે માત્ર મ્યૂઝીક ઇન્ડસ્ટ્રી છોડી રહ્યો છે યૂટ્યૂબ નહીં. સંગીતના પ્રવાસમાં સપોર્ટ કરતા રહેવા માટે તેણે ફેન્સનો આભાર માન્યો હતો. અર્શદે કહ્યું કે, જે આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છે, તેમને પણ સંગીતની દુનિયાને અલવિદા કહી દેવું જોઇએ. કારણ કે ઇસ્લામ તેની પરવાનગી આપતું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..