પર્યાવરણ પ્રદૂષણને લઈને દુનિયાભરના દેશો ચિંતિત છે. દેશમાં ઘણા લોકો મોટા પોસ્ટર એન સભા યોજીને વૃક્ષ ઉગાડવાનો ઢંઢેરો કરતા હોય છે. તો બીજી તરફ વૃક્ષ વાવવાના ખોટા વાયદા પણ થતા હોય છે. આ બધાની વચ્ચે જોધપુરના રહેવાસી જાહેરાત કર્યા વગર છેલ્લા 50 વર્ષથી વૃક્ષારોપણ કરે છે. 75 વર્ષીય રાણારામ બિશ્નોઈ જોધપુરમાં લોકો ‘ટ્રી મેન’ તરીકે ઓળખે છે.
50 વર્ષમાં રાણારામે 27 હજારથી પણ વધારે વૃક્ષ વાવ્યા છે. માત્ર છોડ રોપી દેવાથી જ તેમનું કામ પૂરું થઈ જતું નથી પણ તેઓ તેનું જતન પણ કરે છે. આ ઉંમરમાં પણ તેઓ રોજ 3 કિલોમીટર ચાલે છે અને તેમના મિત્રના ટ્યુબવેલમાંથી દરેક વૃક્ષોને પાણી પીવડાવે છે. તેમણે અનેક પ્રજાતિના વૃક્ષ વાવ્યા છે.
75 વર્ષના રાણારામે કહ્યું કે, આ પૃથ્વી પર આપણે આવ્યા તે પહેલાં અહીં વૃક્ષોની સંખ્યા વધારે હતી. આ પૃથ્વી પર તેમનો હક્ક આપણા કરતાં પણ વધારે છે. જો આપણે પૃથ્વીને આ વૃક્ષો પાછા આપી શકતા ન હોય તો તેનો નાશ પણ ન કરવો જોઈએ.
Meet Ranaram Bishnoi from #Jodhpur, at the age of 75 he is on a mission to plant trees around the village. He is doing it from last 50 years and has planted 27,000 trees till now. He not only plant them but also provide water and take care of them. All on his own. pic.twitter.com/lpwrbAQdK8
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2019
રાણારામના આ કામ અંગે IFS પ્રવીણ કાસવાને પણ ટ્વીટ કર્યું છે. પોતાની ઉંમરને નજરઅંદાજ કરીને આવનારા સમયમાં પણ રાણરામ બિશ્નોઈ હજુ વધારે વૃક્ષ વાવવા માટે તૈયાર છે. એટલા વૃક્ષ વાવીને તેમનું મિશન પૂરું નથી થયું તેઓ જીવશે ત્યાં સુધી વૃક્ષ વાવવાનું અને તેનું જતન કરવાનું ચાલુ રાખશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..