રાજકોટ ભાજપના આગેવાને અનોખો વિરોધ નોંધાવ્યો છે. ભાજપના આગેવાન રમેશ રામાણીએ ભાજપ સામે જ બાયો ચડાવી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂ.40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી કારનો ઉપયોગ ન કરી સાઇકલનો ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લીધી છે.
સાઇકલ ચલાવીને ભાજપના નેતાઓની આંખ ઉઘાડવા આ નિર્ણય કર્યો
રમેશ રામાણી પોતે દરરોજ 3 કિલોમીટર સાઇકલ ચલાવે છે અને આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્યો અને સાંસદસભ્યો સરકારી ખર્ચે કાર અને સરકારી ખર્ચે ભોજન કરતા હોવાથી પ્રજાનો અવાજ સાંભળતા નથી. બુથમાં મત માગવા જાય છે ત્યારે લોકો જાકારો આપે છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાની માંગ કરી રહ્યા હોવાથી સાઇકલ ચલાવીને ભાજપના નેતાઓની આંખ ઉઘાડવા આ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. રમેશ રામાણીએ જણાવ્યું હતું કે , આવતા ટૂંક સમયમાં સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમા ઘટાડો કરવામાં આવશે તેવી ખાતરી છે. પરંતુ લોકોની માગણી સરકાર સુધી પહોંચાડવા માટે તેમના દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી છે.
રમેશ રામાણી વોર્ડ નં.17ના ભાજપના ઉપ્રમુખ
રમેશ રામાણી રાજકોટના વોર્ડ નં. 17ના ભાજપના ઉપપ્રમુખ છે. રમેશ રામાણીની સાથે તેમના જ વોર્ડના અન્ય 25થી વધારે લોકોએ આવી પ્રતિજ્ઞા લીધી છે. તેમનું માનવું છે કે અમે પહેલા સાઇકલ ચલાવીશું તો જ બીજાને કહી શકીશું. બિલ્ડર રમેશ રામાણીનું માનવું છે કે, આપણાં પીએમ મોદી દિવસના 18 કલાક કામ કરે છે. તો આપણે આપણા દેશ માટે આટલું તો કરી જ શકીએ.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.