સેવાની વાત આવે ત્યારે પ્રસંગ નાનો હોય કે મોટો સોરાષ્ટ્રવાસીઓ કોઈ મોકો છોડતાં નથી. લગ્ન પ્રસંગે લાખોનો ખર્ચ કરાતો હોય ત્યારે થોડી રકમ મૂંગા-અબોલ પશુ-પક્ષીઓ અને ગરીબ દર્દીઓને માટે દાન આપવા સમાજમાં પ્રેરણા મળે એ માટે સૌરાષ્ટ્રવાસી પરિવારે પોતાનાં પુત્રનાં લગ્નમાં આવેલ ચાંદલાની તમામ રકમ હરિ ઓમ સંદેશ મિશન સુરત સંસ્થાને દાન કરી હતી.
સગા સંબંધીઓએ ઉત્સાહ દર્શાવ્યો
મૂળ જુનાગઢ જીલ્લાનાં કેશોદ નજીક આવેલ બાલાગામ (ઘેડ)નાં અને હાલ અડાજણ ખાતે રહેતા જયેશભાઈ રામાણીનાં પરિવારમાં પુત્ર ધ્રુવનાં લગ્ન પ્રસંગે ચાંદલામાં આવેલી 18100 રૂપિયાની રકમ અબોલ પશુ-પક્ષી અને ગરીબ દર્દીઓ માટે દાન કરી હતી. કામરેજ ખાતેનાં એક ફાર્મમાં યોજાયેલ લગ્ન સમારોહમાં પરિવાર, મિત્રો અને સગા-સંબંધીઓ દ્વારા વરરાજાને હોંશે હોંશે ભેટ-સોગાદ આપી હતી. જો કે, આ ભેટ-સોગાદ સેવા માટે જવાની હોવાનું જાણી સમારોહમાં આવેલ સૌ કોઈએ પરિવારનાં વિચારને આવકાર્યો હતો અને સંસ્થાને યથાયોગ્ય દાન કર્યું હતું.
અબોલ જીવોની સેવા
હરિ ૐ સંદેશ મિશન સુરત દ્વારા પક્ષીઓને ચણ, ગાયને ઘાસચારો, કૂતરાને રોટલા, માછલીને લોટની ગોળીઓ, કીડીઓને કીડિયારું, કાગડાને ખીર રોટલી અને હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને બનતી સેવાના ભાગરૂપે ફ્રૂટ, દવાઓ, નાસ્તાનું અને ભોજનનું વિતરણ કરવામાં આવે છે. અબોલ પક્ષીઓ માળા-ફીડર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે, ઉપરાંત પક્ષીઓ માટે ચબુતરા પણ બનાવવામાં આવે છે ! અબોલ પશુઓ માટે પાણીના વ્યવસ્થાના ભાગરૂપે પાણીના બેરલનું પણ વિતરણ કરવામાં આવે છે.
લગ્નમાં ખર્ચામાંથી થોડું દાન કરવું જોઈએ
અમે આઠેક વર્ષથી સંસ્થા સાથે સંકળાયેલા છીએ. સંસ્થાની નિસ્વાર્થભાવે અબોલ પશુ-પક્ષી, દર્દીઓને ભોજન વગેરે સેવા જોઈ સમાજમાં દાખલો બેસાડવા ચાંદલાની રકમ દાનમાં આપવાનો વિચાર આવ્યો હતો. લગ્નનો ખર્ચો તો કરી શકીએ છીએ. પરંતુ, ક્યારેય અબોલ પશુ-પક્ષીઓ માટે માળા-ફિડર કે પાણીનાં કુંડી મુકવાનો વિચાર કરતાં નથી. માટે લોકોને પ્રેરણા મળે એ માટે રકમનું દાન કર્યું હતું. – જયેશભાઈ રામાણી, પિતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..