ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે ભાજપ પર આરોપ મુકતા કહ્યું છે કે જયારે મતગણતરી શરૂ થશે ત્યારે ભાજપના મતની ગણતરી 15,000થી શરૂ થશે જયારે બાકીની રાજકીય પાર્ટીઓના મતની ગણતરી શૂન્યથી. રાકેશ ટિકૈત માસિક પંચાયતમાં બોલી રહ્યા હતા. તેમણે અન્ય ચૂકવણીની જેમ શેરડીની ચૂકવણી પણ ડિજિટલ કરવાની માંગ કરી. તેમણે ખેડુતોને મતગણતરી સુધી ચુપ રહેવાનું આહવાન આપ્યું હતું.
ભારતીય કિશાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈતે પણ માસિક પંચાયતમાં ખેડુતોને સંબોધન કરતા કહ્યું હતું કે સંગઠનમાં કેટલીક ખામીઓ છે તે દુર કરીશું અને નિસ્વાર્થ સેવા ચાલું રાખીશું. તેમણે જળ બચાવવા વિશે પણ વાત કરી. તેમણે કહ્યુ કે ખેડુતો અને નાગરિકો પાણીનો સંયમ જાળવીને ઉપયોગ કરે જેથી આગામી પેઢી માટે પાણી બચી શકે.
એ પછી ભારતીય કિશાન યુનિયાનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે 17 દિવસ પછી ચૂંટણીના પરિણામ જાહેર થઇ જશે. તેમણે ખેડુતોને કહ્યું કે 17 દિવસ ચુપ રહેવાનું છે. એ પછી નક્કી કરીશું કે શું કરવાનું છે. ટિકૈતે કહ્યું કે જે રીતે 14 દિવસની જેલ થઇ જાય છે તેમ 17 દિવસ શાંતિ રાખજો.
રાકેશ ટિકૈતે ખેડુતોની સમસ્યા વિશે બોલતા કહ્યુ કે હરિયાણાની સરખામણીએ ઉત્તર પ્રદેશમાં વીજળીનો ભાવ 12 ગણો વધારે છે. હરિયાણામાં વીજળીનો ભાવ 15 રૂપિયા હોર્સ પાવર દીઠ છે જયારે યુપીમાં 175 રૂપિયા છે.
રાકેશ ટિકૈતે એમએસપી પર સરકાર ગોટાળો કરી રહી છે એવો આરોપ મુકતા કહ્યું કે કેટલાંક વેપારી એમએસપીથી નીચા ભાવે માલ ખરીદી રહ્યા છે. જો તમારી સાથે આવું થાય તો અમને વાત કરજો. તેમણે કહ્યું કે સરકાર ટુંક સમયમાં દુધની આયાત નીતિ લાવી રહી છે. જેને કારણે ખેડુતોની દુર્ગતિ થશે.
રાકેસ ટિકૈતે કહ્યુ કે ખેતરમાં સાપ અને એવું ઘણું બધું હોય છે એટલે ખેતરમાં લાઠી લઇને જજો. તેમણે કહ્યું કે એટલું ધ્યાન રાખજો કે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ( આરએસએસ)ની લાંઠીની લંબાઇ કરતા તમારી લાઠીની લંબાઇ વધારે હોવી જોઇએ. રાકેશ ટિકૈતે કહ્યુ કે સરકારે વચનો તો ઘણાં આપ્યા છે, પરંતુ તે પુરા કર્યા નથી. લોકોને મંદિર-મસ્જિદમાં ઉલઝાવી દીધા.
તેમણે ખેડુતોને કહ્યું કે ગામે ગામે બધાને જોડીને સંગઠનને વધારે મજબુત કરો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..