જેતપુરના મહિલા કોગી અગ્રણી સહિત 12 લોકોના ત્રાસના કારણે પ્રૌઢે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું ‘બધા ને રૂપિયા આપી દીધા છતાં ત્રાસ આપે છે આ લોકોને છોડતા નહીં’

વ્યાજખોરો સામે શિકંજો કસવાના સરકારના કાયદાઓની પરવા કર્યાં વિના વ્યાજખોરોને આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેતપુરના ખજૂરી ગુંદાળાંના આધેડે રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં બાદ પણ માંગણી કરવામાં આવી હતી અને તેના ત્રાસને  આધેડે ઝેરી દવા પી આપઘાત (suicide) કરી લીધો હતો. તેમને મરવા મજબૂર કરવા સબબ સૂસાઈડ નોટનાં આધારે પોલીસમાં ફરિયાદ નોંધાતા જેતપુર  શહેર તેમજ તાલુકા પંથકમાં ચકચાર જાગી છે.

જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામમાં રહેતા અને જેતપુરમાં ગોપાલભાઈ બુટાણી એ તારીખ 1ના રોજ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં આવેલા કારખાના પાસે ઝેરી દવા પી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક ગોપાલભાઇ ઘુસાભાઇ બુટાણીના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જેતપુરના મહિલા કાંગ્રેસ અગ્રણી સહિત 12 શખ્સો પાસેથી રૂપિયા લીધા બાદ તમામને ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી આપી ત્રાસ દેતા હોવાથી અને બળજબરીથી ખેતીની જમીન લખાવી લેવા અને ટ્રેકટર પડાવી લેવા પ્રયાસ થતા હોવાથી કંટાળીને આપઘાત કર્યાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું.

તેમજ આપઘાત કરતા પહેલા વિડિઓ બનાવ્યો હતો.અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે. બધા ને રૂપિયા આપી દીધા છતાં ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેમજ મૃતક તેમના પુત્ર રોનકને કહ્યું હતું કે આ લોકોને છોડતો નહીં.

સુસાઇડ નોટના આધારે  જેતપુર સિટી પોલીસ મથકના પી.આઇ. જે.બી.કરમુર સહિતના સ્ટાફે મૃતક ગોપાલભાઇ બુટાણીના પુત્ર રોનક બુટાણીની ફરિયાદ પરથી કોંગ્રેસ અગ્રણી મહિલા સહિત ૧૨ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

મૃતક ગોપાલભાઇ બુટાણીએ ધંધામાં પૈસાની જરૂર પડતા કોંગ્રેસ મહિલા અગ્રણી  પાસેથી એક લાખ લીધા હતા તે રકમ તેમને ચુકવી દીધી હતી. મુન્નો અને રાજુભાઇ પાસેથી બે લાખ લીધા હતા તે આપી દીધા હોવા છતા અડતાલીસ લાખની માગણી કરી જમીન લખી આપવા ધમકી દેતા હતા. જયરાજ વાંક પાસેથી 3 લાખ લીધા હતા. તે પેટે જયરાજ વાંકના સાળાને બે લાખ આપી દીધા હતા તેમ છતાં ગાડીની બુક ન આપી વધુ ચાર લાખની માગણી કરી હતી.

મનુભાઇ પાસેથી લીધેલી રકમ આપી દીધી હોવા છતાં તેનો ભાઇ કિશોરે ટ્રેકટર પડાવી લીધું હતું. હિતેશ પરબત પાસેથી લીધેલી રકમ પરત કરી દીધી હતી તેમ છતાં જમીનનું સાટાખત રદ ન કરી રસ્તામાં ઉભા રાખી ધમકી આપી હતી.

આ તમામ આરોપીઓએ આશરે એકાદ વર્ષથી ત્રાસ આપીને મરવા મજબૂર કરવા સબબ આઈપીસી કલમ 306, 506, 114 મુજબ ગુનો નોંધી તમામની ધરપકડની તજવીજ પોલીસે હાથ ધરી છે. વધુમાં આ ગુનામાં ગંભીર બાબત એ છે કે મૃતકે તેમને અપાતા ત્રાસ અંગે અગાઉ અરજી પણ કરી હતી પરંતુ પોલીસ શંકાસ્પદ રહી હતી.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો