તમારી પાસે સતા હોઈ,સંપતિ ના બળ માં હોઈ ત્યારે કોઈ ને પણ દુખી ના કરવા,મહાનતા ની ટોચે પહોચ્યા પછી માણશ ને પડવાની સંભાવના વધી જાય છે – પૂજ્ય સત્ત્ શ્રી.
SAT રાજકોટ સત્સંગ સમાજ આયોજિત શિક્ષાપત્રી કથા નું તા -૧ થી ૭ મેં ના રોજ સાંજે ૯ થી ૧૧.૩૦ ના સોરઠીયા પરિવાર ગ્રાઉન્ડ, ગ્રીન પાર્ક પાસે.બાપા સીતારામ ચોક, મવડી ગામ માં ભવ્યતા થી ભવ્ય આયોજન થયું છે જેમના મુખ્ય યજમાન અકબરી પરિવાર તથા ત્રિવેદી પરિવાર છે તો ઉપ યજમાન વેકરીયા પરિવાર અને પટોરિયા પરિવાર છે કથા ના વ્યશાશને (વક્તા પદે) ભક્તિ અને વિરક્તિ એ આનંદ નું મૂળ છે સુત્ર ના રચિયતા અને સુરત ના સુપ્રસિધ,સાધુ ગુણે સમ્પન એવા પ.પુ, સત્ત્ શ્રી (સસ્કૃતાચાર્ય) બિરાજી પોતાની સુમધુર શેલી માં પ્રવીણ ભાઈ અને સાથી સંગીત સુરાવલી તેમંજ વિડીયો પ્રેઝન્ટેશન સાથે કથા અમૃત નું રસપાન કરાવી રહ્યા છે કથા ના દીત્ય દિવસે ૧૦હજાર થી વધુ લોકો સત શ્રી ની વાણી થી મંત્ર મુગ્ધ થયા હતા.
જે ભૂમિ પર સ્વયમ ભગવાને આ શિક્ષાપત્રી અક્ષર માલકમ ને આપી ,રાજકોટ માં અગ્રેજો ને આ શિક્ષા પત્રી આપી એવી રાજકોટ ની પવિત્ર ભૂમિ પર અને રાજકોટ માં કદાચ સૌ પ્રથમ શિક્ષાપત્રી કથા નું આયોજન થયું છે સ્વામી એ કહ્યું શિક્ષાપત્રી નું પાલન બે પ્રકારે થાય છે એક તો પ્રીતિ પૂર્વક અને બીજું ભય થી દ્રષ્ટાંત આપતા કહ્યું કે તમે જયારે રસ્તા પર થી પસાર થતા હોઈ ત્યારે ટ્રાફિક પોલીશ હોઈ છે અને તમે રસ્તા ના નીતિ નિયમ નું પાલન કરો છો એમને કહેવાય કે ભય પુર્વાર્ક નું પાલન કેમ કે તજો તમે પાલન ની કરો તો તમને દંડ થશે પરંતુ જો ટ્રાફિક પોલીશ ના હોઈ અને છતાં પણ તમે નિયમ નું પાલન કરો તો તેમને પ્રીતીપુરવક અર્થાત પ્રેમ તહજી પાલન કર્યું કહેવાય. વિશેષ સ્વામી કહે છે કે શિક્ષાપત્રી નું પાલન પ્રેમ થી અને સાવધાન પુર્વાર્ક કરવું જોયે. શરીર રથ છે અને આત્મા રથી છે જો એમને સારા માર્ગે ચલાવવામાં આવે તો ભગવાન ના ધામ માં જાય અને જો ખરાબ માર્ગે ચલાવવામાં આવે તો નર્ક માં જવાય. સાવધાન પુર્વાર્ક આ રથ ચલાવી તો અવશ્ય આ રથ ભગવાન ના ધામ માં જ જાય. સત્ય ના માર્ગે ચાલવામાં મજા છે કારણે કે ઈ માર્ગે ભીડ ઓછી હોઈ છે . માણસ મહાનતા ની ટોચે પહોચે ત્યારે માણસ ને પડવાની સંભાવના વધી જાય છે અને માણસ ને સતા સંપતિ આવી જાય પછી એમને પડવાનો ડર લાગ્યા કરે છે. પરંતુ જો સારા કાર્ય કરતા હોઈ તો માત્ર ઉપર વાર ના બીકે જ ડરવું બીજા કોઈ ના ડરે ડરવું નહિ.
ભગવાને શિક્ષાપત્રી ના પ્રથમ શ્રોલોક માં કીધું માણશો એ કોઈપણ જીવ પ્રાણી ની આત્મ હત્યા ના કરવી અર્થાત અહીન્શા માં માનવું , આહીન્ષા જ એક મોટો ધર્મ છે . દેવતા ના યજ્ઞ માટે પણ હિન્ષા ન કરવી પુર્થ્વી પર ૩ પકાર ના લોકો છે ૧. સત્વગુણી – ભગવાન ના કર્યો કરે એવા,૨ રજોગુણી – કોઈ ને સુખિયા પણ ના કરે અને દુખી પણ ના કરે ૩. તમોગુણી -બીજા ને દુખી કરે અને હેરાન કરે એવા માટે જો આમાંથી તમારે કોઈ એક ગુણ અપનાવો હોઈ તો તે ગુણ સત્વગુણી આપ્નાવો. આ યુગ કલયુગ છે માનવ નું મન ક્યારેય ભૂલ કરી જાય તો તેમને માફ કરવું, બીજાનો દોષ ના કરવો , બીજા ને મન કર્મ વચન થી પણ હેરાન ના કરવા એ પણ મોટી અહીન્શા છે, ક્યારેય કોઈ નું દિલ નહિ દુભાવું, સતા સમ્પ્ન્તી ના બળમાં હોઈ ત્યારે કોઈ ને દુખી ના કરવા. નહિ ચાહિયે દિલ દુખાના કિસી કા , સદા નહિ રહા , સદા નહિ રહેગા જમાના હર કિસી કા.
લોકો ને એમના પ્રિય નામ થી બોલાવો એટલે તો ગાંધીજી એ મન સન્માન માટે હરીજન ને હારી ના જાણ કીધા તો અંધ ને સુરદાસ ,અંગ ના હોઈ એને દિવ્યાંગ, આવા સુંદર મજાના નામ આપને આપીયા.
રામચંદ્ર ને મંથરા એ કઈ કેટલું કીધું પણ એક પ્રત્યુતર રામ એ ના અપીયો એટલે એભગવાન કહેવાણા. કૃષ્ણ પર લોકો એ કેટલા મિથ્યા શબ્દો લગાવ્યા પણ કુષ્ણ કહી બોલ્યા નહિ માટે ભગવાન કેહવાણા,
ઇષ્ટદેવ સ્વામી નારાયણ પર આક્ષેપ લગાવ્યા કે તમે દાદ ખાચર ના દરબાર માં એમની સ્ત્રી પર માઠી નજર કરો છો ભગવાન કશું બોલ્યા નહિ માટે ભગવાન કહેવાણા
જૂની સવાર ગામ માં ગુણાતીતાનંદ સ્વામી ને મારી ને કાઢી મુકવામાં આવિયા તો સ્વામી એ સર્વ સંત ને કીધું કે આપને સૌ સાથે મળી ને ભગવાન ને પાર્થના કરી એ વ્યક્તિ જેમને આપણ ને કાઢી મુક્યા એમને કોઈ સંતાન નથી ઈશ્વર એમને સંતાન આપે માટે એ મહા સત્પુરુષ કહેવાણા.
નાની બાબતથી આપણા થી કોઈ ને દુખ ના પહોચે એ ખાસ જોવું . જ્યાં ભવ હોઈ ત્યાં ભૂલ નથી નજર આવતી,
સ્વામી એ અંતે આત્મઘાત પર વાત કરી જીવન માં ક્યારે પણ આત્મઘાત ના કરવો, અને લોકો ને કહ્યું કે માણસ જયરે પરિસ્થિતિ થી કંટાળે એટલે આવું પગલું ભરે ત્યારે પરિવારજનો એ એમને હુંફ આપવી એટલું કહી સ્વામી એ દીત્ય દિવસ ની કથા પૂર્ણ કરી.
સવિશેષ આજ રોજ રાજકોટ ગુરુકુળ ના સ્વામી પુરણી કેશ્વ્જીવાનદાસ સ્વામી તથા અન્ય સંત સાથે જીત્રીયા બાલાજી હનુમાન ના મહંત સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમ્રગ કથા કાર્યકર્મ નું સુવ્યસ્થિત સંચાલન એક વખત મળો તો એ મુલાકાત તમારું સંભારણું બની જાય એવા સ્વામી શ્રી સર્વમંગલ સ્વામી કરી રહ્યા હતા, સાથે સુરેશભાઈ , રશિક ભાઈ , અકબરી પરિવાર , ત્રિવેદી પરિવાર, તથા અન્ય ભાઈ ઓ ઓ જહેમત ઉઠાવી રહ્યા હતા તો જગ્યા ના માલિક એવા વિનુભાઈ , સુરેશભાઈ , પરસોતમભાઈ , ધીરુભાઈ , તુલીશભાઈ વગેરે આવા પર્સંગે જગ્યા હરે હમેશા આપતા હોઈ છે. સાથે આ કથા નું લાઈવ ટેલી કાસ્ટ દરોરજ કથા ચેનલ જી ટી પી એલ ૫૫૫ પર આવે છે વિશેષ સંપર્ક માટે ૯૯૭૯૯ ૪૭૦૭૦ પર સંપર્ક કરી શકો છો
સ્વામી નું ઈન્ટરવ્યું –
પ.પુ સત્ત્ શ્રી (સુરત)
૧. સ્વામી આ રાજકોટ ની ધરતી રંગીલી છે આપ બીજી વખત કથા કરવા માટે રાજકોટ પધાર્યા છો ત્યારે રાજકોટ આપને કેવું લાગે છે.
રાજકોટ ના લોકો ખુબ ભાવીલા અને પ્રેમીલા છે અને વિશેષ એ વાત અહી ભગવાન ની અમી દ્રષ્ટિ છે માટે સુખ ખુબ જાજુ છે એટલે જ લોકો અહી ૨ થી ૩ આરામ કરે છે. આ ગુજરાત નું એક માત્ર સુખી સહેર કે જ્યાં ૨ થી ૪ માત્ર આરામ
૨. સ્વામી યુવાનો ને ખાસ કરી કોઈ સંદેશ,
આ દેશ માં ૬૦ ટકા યુવાનો છે. પરંતુ તે વ્યશન અને વિભાચારી ના લતે રંગાયેલા છે એમાંથી બહાર આવી દેશ ની ઉન્નતી માટે કાર્ય કરવું એજ સંદેશ.
૩. સ્વામી આપ ની દ્રષ્ટિ એ આવનારું ભારત કેવું હોવું જોઈએ –
આવનારું મારું ભારત સ્વચ્છ, લોકો પ્રમાણિક , બધા ને આદર અને પ્રેમ આપે તેવા , વ્યશ્ન મુક્ત હોવું જોઈએ અરે આપણ ને અને આપના દેશ ના લોકો ને જોઈ આપણા ભારત માંથી બીજા દેશ પ્રેરણા લઇ સકે એવો દેશ બનાવવાની મારી ને તામારી નેતિક જવાબદારી હોવી જોઈએ ઓ એવું બનશે તો ભારત ફિર સે સોને કી ચીડ્યા કહેવાશે.
વધુ માહિતી માટે – ૯૦૩૩૫૦૭૯૩૧.