ગુજરાતની બહાદુર પોલીસે રાજકોટના લગ્નમાં 150થી વધુ લોકો હતા તો કોરોના નિયમોનો ભંગ બદલ ધરપકડ કરી

રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેથી સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. લગ્નમાં માત્ર 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લગ્ન યોજતા પહેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લગ્નનું રજિસ્ટ્રેશન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે લગ્નમાં જો સામાજિક અંતર અને માસ્ક નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો પોલીસ દ્વારા લગ્નના આયોજકોની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં પોલીસને બાતમી મળી હતી કે રામનાથપરા વિસ્તારમાં આગેલી ગુર્જર પ્રજાપતિ સમાજની વાડીમાં એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. તેથી પોલીસ દ્વારા લગ્ન સ્થળ પર જઈને આ બાબતે તપાસ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં લગ્નમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને એક શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો દાખલ કર્યો છે.

આ ઉપરાંત આવી બીજી એક ઘટના રાજકોટના નાનામૌવા સર્કલ પાસે પણ બનવા પામી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું તે સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે, નાના મૌવા સર્કલ આવાસના ક્વાટરના બ્લોક નંબર 5ના યોજાયેલા લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું નથી. તેથી પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં લગ્ન પ્રસંગમાં ગાઈડલાઈનનો ભંગ થયો હોવાનું સામે આવ્યું હોવાના કારણે તાલુકા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે લગ્નના આયોજક કિશોર ઝીઝુંવાડિયા સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. આ કામગીરી તાલુકા પોલીસ સ્ટેશનના જે.વી ધોળા, PSI એન.ડી. ડામોર, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજય ગોસ્વામી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહશીનખાન મલેક, પોલીસ કોન્સ્ટેબલ અમિન ભલુર, કોન્ટેબલ હરસુખ સબાડ, કોન્સ્ટેબલ મનીષ સોઢીયા, કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણા, કોન્સ્ટેબલ હર્ષરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ અરજણ ઓડેદરા દ્વારા કરવામાં આવી હતી.

મહત્ત્વની વાત છે કે, જે લોકોએ લગ્ન માટે મંજૂરી લીધી નથી તેમની સામે કાર્યવાહી તો કરવામાં આવી જ રહી છે. પણ જે લોકોએ લંગ માટે નોંધણી કરાવી છે તે લોકો પણ લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે છે કે નહીં તે બાબતે માહિતી મેળવવા માટે પોલીસ સ્થળ પર તપાસ કરી રહી છે અને જો ગાઈડલાઈનનો ભંગ થતો હોવાનું સામે આવે છે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઘરે પ્રસંગ હોય તો ધ્યાન રાખજો, 7 દિવસમાં પોલીસે નિયમ ભંગના 3830 ગુના નોંધ્યા

રાજ્યમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધોમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે રાજ્યના DGP આશિષ ભાટિયાએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,પોઝિટિવીટી રેટમાં ઘટાડો થાય એટલા માટે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે. આપણે જે અન્ફોર્સમેન્ટની કામગીરી કરીએ છીએ તે ત્રણ પ્રકારની હોય છે. એક માસ્ક પહેરવું ફરજીયાત છે. 97,703 લોકો સામે માસ્કના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તે રીતે લગ્નમાં કે હોલમાં કે પછી રેસ્ટોરાંમાં લોકો સામાજિક અંતરનું પાલન નથી કરતા તેવા એક અઠવાડિયાના સમયમાં 3,830 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને 3,206 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે-સાથ કર્ફ્યૂ દરમિયાન જે લોકો વાહન લઇને નીકળે છે. તેમાં 388 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત તમામને સુચના આપવામાં આવી છે કે જે નવા શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમાં લોકોને પહેલા લાઉડસ્પીકરથી અને એસોસીએશનના માધ્યમથી સુચના આપવામાં આવે અને લોકો સ્વયં-ભૂ લોકો પોતાની રીતે કર્ફ્યૂનું પાલન કરે અને પછી વ્યવસ્થિત રીતે એન્ફોર્સમેન્ટ કરવામાં આવે. આજે રાત્રે 10 વાગ્યાથી તેવી સુચના આપવામાં આવી છે. આ નિયમોના પાલન માટે જનરલ પબ્લિકના સહકારની પણ જરૂર છે. આમાં એવા કેટલાક શહેરો છે જે જ્યાં રાત્રી કર્ફ્યૂ પ્રથમ વખત લાંબા સમય સુધી કરવામાં આવનાર છે. એટલે જાહેર જનતાને પણ વિનંતી છે કે આ તમામ પગલાંઓ બીમારીને અટકાવવા માટે લેવામાં આવ્યા છે. એટલે મહેરબાની કરીને સામાજિક અંતરનું પાલન કરવામાં આવે. આ ઉપરાંત રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યૂ છે તેનું પાલન કરવામાં આવે.

તેમને એવું પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં રેસ્ટોરાંને રાહત આપવામાં આવી છે. હોમ ડીલીવરી પહેલા 11 વાગ્યા સુધી હતી અને હવે સરકાર દ્વારા તેમાં છૂટછાટો આપીને 24 કલાક હોમડીલીવરીની છૂટ છે. એટલે અમે પણ પોલીસને સુચના આપી છે કે હોમ ડીલીવરી કરે તે પોતાનું આઈકાર્ડ રાત્રે પોલીસને બતાવે તો તેમને જવા દેવામાં આવે. અત્યારે જે મેરેજની સીઝન ચાલુ છે તેમાં ટોટલ લીમીટ 150ની કરવામાં આવી છે. તમામ લગ્નમાં રજીસ્ટ્રેશન ફરજીયાત છે. તે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર કરાવવામાં આવે કે તમારા મેરેજ કઈ તારીખે છે અને ક્યા છે.

તેમને લોકોને વિનંતી કરતા જણાવ્યું હતું કે, જાહેર જનતાને પણ વિનંતી કરવામાં આવી છે કે, મેરેજને ડીજીટલ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવો નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. હોટેલ રેસ્ટોરાં અને દુકાનો રાત્રે 10 વાગ્યા સુધીમાં બંધ થઇ જવા જોઈએ. આ ઉપરાંત દુકાનોમાં જેટલી છૂટ આપવામાં આવી છે તેટલા જ લોકો રહેવા જોઈએ, વધારે લોકો જોવા મળશે તો ગુનો દાખલ કરવામાં આવશે. સિનેમા હોલમાં 50%ને મંજૂરી આપવામાં આવી છે એટલે તેનું પણ પાલન કરવામાં આવે. સાથે-સાથે કોચિંગ સેન્ટરમાં પણ 50% બાળકોને ભેગા કરી શકાય તેનું પણ કડકાઈથી પાલન કરવાનું છે. આ ઉપરાંત ખાતાની અંદર જે અધિકારીઓ અને કર્મચારીઓ બીમાર થાય છે તેની માટે ટેલીમેડીસીનની સુવિધા ઉભી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો