ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પણે અમલ કરવામાં આવે છે. તેથી પોલીસ દ્વારા અવારનવાર અલગ-અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરીને દારુના અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે અને ત્યાંથી લાખો રૂપિયાના દારુના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે પરંતુ ઘણી વાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, આરોપીઓ જેલની સજા ભોગવીને ફરીથી પોતાનો દારૂનો ધંધો શરૂ કરી દે છે પરંતુ રાજકોટની પોલીસે અને બોલબાલા ટ્રસ્ટના લોકોએ પ્રોહિબીશનના ગુનાઓ સાથે સંકળાયેલા લોકોને દારૂનો ધંધો છોડાવીને વિવિધ કામો અપાવવીને એક સારા જીવન તરફ વાળ્યા છે.
રિપોર્ટ અનુસાર રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને સમાજમા માન સન્માન સાથે જીવાડવા માટે રાજકોટ પોલીસ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. પોલીસની મદદથી બોલબાલ ટ્રસ્ટના લોકોએ પ્રોહિબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પ્રોહિબીશનનો ધંધો છોડીને સમાજના માન સન્માનથી જીવવા માટે મહેનત કરીને અન્ય ધંધા કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.
પોલીસ અને બોલબાલા ટ્રસ્ટના લોકોની સમજાવત પછી લોકો પ્રોહિબીશનનો ધંધો છોડવા માટે તૈયાર થઇ ગયા હતા. તેથી પોલીસ અને બોલબાલા ટ્રસ્ટના કાર્યકર્તાઓ પ્રોહિબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 4 લોકોને સિક્યુરીટીગાર્ડ તરીકે નોકરી અપાવી મહિલાઓ ઘરે બેસીને કામ કરી શકે તે માટે 3 બહેનોને સિલાઇ મશીન આપ્યા હતા અને એક વ્યક્તિને બોલબાલા ટ્રસ્ટમાં નોકરી આપવામાં આવી હતી. આ ઉપરાંત 10 જેટલા લોકો પરિવારનું ભરણ પોષણ કરી શકે તે માટે તેમને શાકભાજી અને વજનકાંટા સહિત લારીઓ આપી હતી.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પ્રોહિબિશનના ધંધાસાથે સંકાળાયેલા લોકોને તે ધંધો બંધ કરાવી સમજાવીને સમાજમાં માન સન્માન સાથે જીવવા સમજાવી રોજગારી તરફ વાળ્યા હતા. જેને ગુનાહિત પ્રવૃતિથી દૂર લઇ જઇ પરિવારને સન્માનપૂર્વક જીવવા કહ્યું હતું. પ્રોહિબીશન સાથે સંકળાયેલા લોકોએ પણ ધંધા બંધ કરી આ ધંધો અપનાવવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હાજર રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..