કૌટૂબિંક કાકાનું કારસ્તાન: રાજકોટમાં અભ્યાસ કરતી ભત્રીજીને બનાવી હવસનો શિકાર, પેટમાં દુ:ખાવો ઉપડતા યુવતીને 5 માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા ભાંડો ફૂટ્યો

રાજકોટમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને રાત્રે પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડતા તેણીને 5 માસનો ગર્ભ હોવાનું ડૉકટરે જણાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક પુછતાછમાં તેણી લોકડાઉન વખતે વતનમાં ગઈ, ત્યારે કૌટુંબિક કાકાએ ફસાવી વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતા ઉના પોલીસને જાણ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીર-સોમનાથના ઉના પંથકમાં રહેતી અને રાજકોટમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષની વિદ્યાર્થિનીને પેટમાં દુ:ખાવો ઉપડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં મેડિકલ તપાસ દરમિયાન તેણીને 5 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતુ.

આ મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવતીએ એક વર્ષ અગાઉ રાજકોટ નર્સિંગ સ્કૂલમાં એડમિશન લીધુ હતુ. જો કે લૉકડાઉન થઈ જતાં ગામડે 6 માસ રહી હતી.. આ દરમિયાન તેના કૌટૂંબિક કાકા રવિભાઈએ તેણીને ફસાવી તેને ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ. જો કે સ્કૂલો શરૂ થઈ જતા તે ફરીથી રાજકોટ પરત ફરી હતી. જ્યાં પેટમાં દુ:ખાવો ઉપાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

આ બનાવ અંગે ઉના પોલીસે ફરિયાદ નોંધવા સહિત આગળની કામગીરી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો