ગુજરાતના આ શહેરમાં જાહેર રસ્તાઓ પર નહીં ઉભી રહે ઇંડા-નૉનવેજની લારીઓ: મેયરનો આદેશ, તમામને હોકર્સ જોનમાં રેકડી ઉભી રાખવા સૂચના

રાજકોટ શહેરના મેયર દ્વારા અનેક મહત્ત્વના આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે રાજકોટના મુખ્ય રસ્તાઓ પરથી ઈંડા અને નૉનવેજની લારીઓ દૂર કરવામાં આવશે. મેયરના આદેશના પગલે અનેક વિસ્તારોમાં લારીઓ હટાવવામાં પણ આવી છે. 

હકીકતમાં અત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ઈંડા અને નૉનવેજની લારીઓ રસ્તા ઉપર દબાણ કરીને ઉભી રહે છે. જેના પગલે સ્થાનિકોએ મેયરને ફરિયાદ કરી હતી. લોકોની ફરિયાદને ધ્યાનમાં રાખીને મેયર ડૉ પ્રદીપ ડવે તાત્કાલીક આદેશ આપતા રસ્તાઓ પરથી ઈંડા અને નૉનવેજની લારીઓ દૂર કરવાનું કહ્યું હતું.

મેયરના આદેશને પગલે શહેરના ડેપ્યુટી કમિશ્નર એ.કે સિંઘ દ્વારા લારીઓ દૂર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા ફૂલછાબ ચોક,શાસ્રી મેદાન સહિતની જગ્યાઓ પરથી ઈંડા અને નૉન વેજની લારીઓ દૂર કરવામાં આવી છે. મેયરનું કહેવું છે કે, મુખ્ય રસ્તાઓ પરથી જ લારીઓને હટાવવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. તમામને હોકર્સ જોનમાં રેકડી ઉભી રાખવા સૂચના અપાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો