રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યું, 5 લાખનું દર મહિને 50 હાજર વ્યાજ ભરતો

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધુ એક વખત સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવાને ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં રહેતા અશોક મકવાણા નામના આશાસ્પદ યુવાનને વ્યાજખોરો દ્વારા અવારનવાર ધાકધમકી આપવામાં આવતી હતી. જેના કારણે તેણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. હાલ મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ બાબતે મૃતક યુવકના પિતા રાજુભાઈએ જણાવ્યું કે, લૉકડાઉન પૂર્વે મારો પુત્ર ઈમિટેશનનો ધંધો કરતો હતો. જો કે કોરોના અને લૉકડાઉનના કારણે ઈમિટેશનનો ધંધો પડી ભાંગતા તેણે ઈકો કાર ખરીદી હતી. આ માટે મારા દીકરાએ ભીમાભાઈ બાંભવા પાસેથી 15 ટકાના વ્યાજે 35 હજાર રૂપિયા લીધા હતા. આ સિવાય ભરતભાઈ સાનિયા પાસેથી 10 ટકા વ્યાજે 25 હજાર રૂપિયા લીધા હતા.

આમ વ્યાજે લીધેલા રૂપિયાના કારણે મારા દીકરા પર અત્યાર સુધીમાં 5 લાખ રૂપિયાનું દેવું થઈ ચૂક્યું હતું. ભરતભાઈ અને ભીમાભાઈ દ્વારા અવારનવાર મારા પુત્રને ધાકધમકી આપવામાં આવતી હતી. જેના કારણે કંટાળીને મારા પુત્રએ અંતિમ પગલુ ભર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો