રાજકોટમાં પ્રોપર્ટી દેખાડવાના બહાને વેપારીનું અપહરણ કરી રૂ. 9.30 લાખની લૂંટ, ઈમિટેશનના વેપારીને સેલોટેપથી બાંધીને ગળે છરી રાખી પૈસા પડાવ્યા

રાજકોટ શહેરમાં વધતી જતી ગુનાખોરીમાં વધુ એક લૂંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં ઈમિટેશનના વેપારીને પ્રોપર્ટી બતાવવાના બહાને બે શખ્સોએ અપહરણ કર્યું હતું. જે બાદ વેપારીને સેલોટેપથી બાંધી, ગળે છરી રાખીને મારી નાંખવાની ધમકી આપીને 9.30 લાખ રૂપિયા લૂંટી લેવાની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ઓમનગરમાં રહેતા અને અંકુર રોડ પર વિરાણી ઈમિટેશનના નામે દુકાન ધરાવતા હસમુખભાઈ વિરાણીએ કૃપાલસિંહ ગોહિલ અને જયદીપ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતે અંકુર રોડ ઉપર દુકાન વાળું 60 વારનું મકાન જે શામુબેન માદરિયાની માલિકીનું છે. જે ખરીદવું હોવાથી પૈસા તેના જમાઈ કૃપાલસિંહ ગોહિલને આપવાનું કહેતા કટકે-કટકે 30 લાખ ચૂકવ્યા હતા. જે બાદ દસ્તાવેજ કરી આપવ્યો હતો.

આ દરમિયાન ગત 20 તારીખે કૃપાલસિંહે દુકાને આવી એક મકાન વેચવાનું છે. ભાવફેર થઈ જશે તેવું કહીને 23 તારીખે કાર લઈને આવ્યા હતા. માધાપર ચોકડીથી આગળ એક મકાન બતાવ્યું હતું અને પછી મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં 12માં માળે એક જયદીપ નામનો શખ્સ હાજર હોય ત્યાં ફ્લેટ દેખાડ્યો હતો.

જો કે પાછળથી મને શંકા જતાં મેં ઘરે જવાની વાત કરતાં બન્ને મને નીચે ઉતારી કારમાં બેસાડી દીધો હતો અને જયદીપે પાછળની સીટમાં આવી ગરદન પર છરી રાખી હાથ સેલોટેપથી બાંધી દીધા હતા. જે બાદ તારે પૈસા આપવા જ પડશે, નહીંતર જીવતો નહીં જવા દઉ કહી પર્સમાંથી 12 હજાર રૂપિયા કાઢી લાધા હતા.

જ્યારે ગુગલ પેથી 15 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. વધુ પૈસા માંગતા એક મકાનનો સોદો કરવાનો હોય મિત્ર મનુભાઈ પાસેથી સાડા સાત લાખ મંગાવ્યા હતા. જે બાદ વધુ બે લાખ રૂપિયા માંગીને ધમકી આપતા બીજા મિત્ર વિનુભાઈ પાસેથી એક લાખ અને બાકીના 80 હજાર ઘરેથી મંગાવ્યા હતા. આમ કુલ 9.30 લાખ રૂપિયા બાદ ફરિયાદીને છોડી દેવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે ફરિયાદના આધારે સુત્રધારને સકંજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો