રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં સૌ કોઈ ઉતરાયણના પર્વની ઉજવણી કરી રહ્યું છે. આજથી કમુરતા પૂર્ણ થતા આવતીકાલથી લગ્નસરાની સિઝન પણ શરૂ થશે. ત્યારે દીકરીના લગ્ન પહેલાં જ તેના પિતાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આમ થોડા દિવસ બાદ જે પરિવારના આંગણે શરણાઈના સુર વાગવાના હતા. ત્યાં હાલ માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના વિજય પ્લોટમાં રહેતા તેમજ લોધા સમાજના અગ્રણી ભરતભાઈ ઉમેદભાઈ જરીયા આનંદ બંગલા ચોક ખાતે આવેલા જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક જ ઢળી પડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેના કારણે વયોવૃદ્ધ માતાને પણ બેભાન થઈ જતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ભરતભાઈ જરીયા લોધા સમાજના અગ્રણી છે.
અઠવાડિયા બાદ તેમની પુત્રીના તેમજ તેમની ભત્રીજી ના લગ્ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દીકરી ના લગ્ન પૂર્વેજ તેના બાબુલનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ નો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં એવું કહેવાય છે કે દીકરી સૌથી વ્હાલી તેના પિતાને હોય છે.
તેમજ દીકરીને પણ ઘરમાં સૌથી વ્હાલું કોઈ લાગતું હોય તો તે છે તેના પિતા. ત્યારે હજુ તો પિતા કન્યાદાન કરે દીકરીને અશ્રુ ભર્યા નેત્રો સાથે સાસરે વળાવે તે પૂર્વે જ જાણે કે વિધાતાએ દીકરી પાસે રહેલો બાપ રૂપી અખૂટ ખજાનો જાણે કે લૂંટી લીધો હોય તે પ્રકારનો બનાવ જરીયા પરિવાર ને આંગણે બનવા પામ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..