રાજકોટની પોલીસ પર ભ્રષ્ટાચારના એક પછી એક આરોપની સંખ્યામાં વધારો થઇ રહ્યા છે. ભાજપના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ દ્વારા આ મામલે અવાજ ઉઠાવ્યા બાદ હવે પોલીસના ત્રાસનો ભોગ બની ચૂકેલા ફરિયાદીઓ પણ બહાર આવી રહ્યા છે. ત્યારે હવે ભાજપના આગેવાન, તેના પુત્ર અને પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલે બળજબરીથી 32 કરોડની જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ ઘનશ્યામ પાંભર અને તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ઘનશ્યામ પાંભરના માતા દ્વારા લેખિતમાં આ મામલે રજૂઆત કરીને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર રાજકોટના ધનંજય ફાયનાન્સ અને પાંભર પરિવારના વૃદ્ધ મહિલા કંચન પાંભર દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલા 32 કરોડના કૌભાંડમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ પત્રમાં કંચન પાંભર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટના પોલીસ કમિશ્નરને ASP દિયોરા, PI ધોળા, કોન્સ્ટેબલ અરજણ ઓડેદરા, મનસુખ વસોયા અને ભાજપના પૂર્વ પ્રમુખ સ્વ. ભીખા વસોયાના દીકરા જયદીપ વસોયા, દીપેશ વસોયા, જયેશ પાંભર, પીન્ટુ પરસાણા અને પરેશ સરધારા સામે ગુનો દાખલ કરવાની અને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. પણ તેમને 32 કરોડની જમીન કૌભાડમાં કાર્યવાહી કરી નહીં. ત્યારબાદ DGP દ્વારા આ બાબતે કાર્યવાહી કરવાનો પત્ર આપવામાં આવ્યો હતો. પણ પોલીસ કમિશનર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. કાર્યવાહી કરવાના બદલે 32 કરોડના કૌભાંડના સંદીવાયેલા PI ધોળાને ક્રાઈમ બ્રાંચમાં બેસાડી દીધા.
આ બાબતે કંચન પાંભર દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ભાજપના પૂર્વ પ્રમુખ સ્વ. ભીખા વસોયા, મનસુખ વસોયા, દીપેશ વસોયા, જગદીશ વસોયાએ પોલીસની સાથે મળીને આ કૌભાંડને અંજામ આપ્યો હતો. આ કૌભાંડ રેકોર્ડ પર ન આવે એટલા માટે તેમાં RTIની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં ભીખા વસોયા, જયદીપ વસોયાએ ધનંજય પેરેડાઈઝના ચાર ફ્લેટ, સાલપીપળીયા ગામની જમીન, રાતૈયા ગામની 11.20 કરોડ રૂપિયાની મિલકતના MOU કરીને કોરા ચેક, કાગળ અને કોરા સ્ટેમ્પ પેપરમાં સહીં કરાવી લીધી હતી. આં ઉપરાંત મનસુખ વસોયાએ ઇટાવા ગામની 10 કરોડની જમીન સહિત કુલ 32 કરોડની પ્રોપર્ટીના લખાણો કરાવી લીધા હતા.
આ મામલે કંચન પાંભરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બે વર્ષથી મારા કુટુંબનો માળો વેરવિખેર થઇ ગયો છે. સગીર બાળકોને બીજાના ઘરે રહેવા માટે મુકવા અમે મજબૂર થયા છીએ. આ લોકોના ત્રાસથી અમે લોકો ગળે આવી ગયા છીએ. એટલે હવે ન્યાય ન મળે તો અને આમાં ગુનો દાખલ ન થઇ શકે છે તો સમગ્ર પાંભર પરિવારને સામુહિક આત્મવિલોપનની પરવાનગી આપવી જોઈએ. તેવી અમે માગણી કરીએ છીએ.
કંચન પાંભરના આક્ષેપને લઇને ભીખા વસોયાના દીકરા જયદીપ વસોયાએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે ધનંજય ફાયનાન્સ પેઢીના કંચન પાંભર દ્વારા કરવામાં આવેલા આક્ષેપ પાયા વિહોણા છે. 32 કરોડોની મિલકતનો કોઈ પણ દસ્તાવેજ અમારા નામ પર થયો નથી. એટલે આ આક્ષેપ પાયા વિહોણા છે. જયદીપ વસોયાએ એમ પણ જણાવ્યું કે, મારા પિતાએ ધનંજય ફાયનાન્સના ઘનશ્યામ પાંભરને 4 કરોડ રૂપિયા ઉછીના આપ્યા હતા. પણ મારા પિતાનું અવસાન થયું એટલે મેં આ પૌસાની માગણી કરી. આ ઘટના બાદ મારા માતાએ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી અને હવે પૈસા ન આપવા પડે એટલા માટે આ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..