ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક રેલવે કર્મચારીએ ટ્રેનથી કપાઈને પોતાનો જીવ ગુમાવી દીધો છે. આશ્ચર્યની વાત એ છે કે, શરીરનો અડધો ભાગ કટ થયા પછી પણ કર્મચારી વિચલિત થયા વિના જ રેલવે ટ્રેક પર ચૂપચાપ સૂઈ રહ્યો હતો. તેની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને 10 મિનિટ પછી તેની આંખો ધીમે-ધીમે બંધ થવા લાગી હતી. આ દરમિયાન આજુબાજુ ઉપસ્થિત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિનો વીડિયો રેકોર્ડ કરતા રહ્યા.
કાનપુરના પનકી રેલવે સ્ટેશન પર 33 વર્ષના રમેશ યાદવ કર્મચારી તરીકે કાર્ય કરતા હતા. આગામી 19 ફેબ્રુઆરીએ તેના પત્નીના ભાઈના લગ્ન છે, જેના કારણે તેણે રજાઓ માટે ઇન્ચાર્જ પીડબ્લ્યુઆઈ એટલે કે રેલવે પથ નિરીક્ષક ચિત્રેશ ત્રિવેદીથી રજાઓની માગ કરી હતી, પરંતુ જ્યારે તેણે રજા ન મળી, ત્યારે તે પરેશાન થઇ ગયો હતો. કેમ કે, રમેશની પત્ની અને સાસરા પક્ષના લોકો તેના પર લગ્નમાં શામેલ થવા માટે દબાણ નાંખી રહ્યા હતા. આ દબાણના કારણે જ રમેશે રજા ન મળતા પરેશાન થઈને સોમવારે પનકી રેલવે સ્ટેશનના રેલવે ટ્રેક પર સૂઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
Trackman Ramesh Singh (28) allegedly laid infront of freight train yesterday evening after he was denied leave to attend his brother-in-law's wedding. Father of 4-year-old son, victim succumbed minutes later after sharing his ordeal to his colleagues on video.#Kanpur #railway https://t.co/wsGZhCcKJh pic.twitter.com/Kr6etSdBlc
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) February 15, 2022
રેલવે ટ્રેક પર કામ કરનાર કર્મચારી જ્યારે તેની પાસે પહોંચ્યા, ત્યારે રમેશનું કપાયેલું શરીર અશ્રુની સાથે કહી રહ્યું હતું કે, ‘મને રજા મળી નહીં, એટલે જ હું પોતાનો જીવ ગુમાવ્યો.’ આનો વીડિયો પણ કર્મચારીઓએ રેકોર્ડ કર્યો હતો.
જો કે, રમેશને હોસ્પિટલ પહોંચે ત્યાર સુધીમાં એના આંખોમાંથી નીકળતા અશ્રુ બંધ થઇ ગયા અને તે હંમેશાં માટે શાંત થઇ ગયો. તેના મૃત્યુ પછી આ ઘટના મીડિયામાં આવી અને વીડિયો વાયરલ થયો, ત્યારે અલ્હાબાદના DRM મોહિતે ચંદ્રાએ ઘટનાની તપાસનો હૂકમ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..