ગાંધીનગરમાં ‘રાધે રાધે’ પરિવાર દ્વારા હોમ ક્વોરેન્ટાઈન માટે ફ્રી ટિફીન સેવા શરૂ, દરરોજ 500 લોકોને બપોર અને સાંજે વિનામૂલ્યે ભોજન પહોંચડવામાં આવે છે

ગાંધીનગરમાં રાધે રાધે પરિવાર દ્વારા સેક્ટર 1થી 30માં હોમ ક્વોરેન્ટાઈન પરિવાર માટે શનિવારથી ફ્રી ટિફીન સેવા શરૂ કરવામાં આવી છે. હાલ કોરોના સંક્રમણ વધતાં અમુક કિસ્સાઓમાં પરિવારના તમામ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે સૌથી વધારે સમસ્યા જમવાની હોય છે. ત્યારે ગાંધીનગરના રાધે રાધે પરિવારે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેતા લોકો માટે સેવા શરૂ કરી છે. રાધે રાધે પરિવાર દ્વારા હોમ ક્વોરેન્ટાઈન પરિવારને બે ટાઈમ નિ:શુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે.

રાધે રાધે પરિવાર દ્વારા ફ્રી ટિફીન સેવા શરૂ

રાધે રાધે પરિવારે એક મેસેજમાં જણાવ્યું છે કે, ‘કોરોના વોરિયર્સ અને કોરોના મહામારીના કારણે આખી ફેમિલી હોમ ક્વોરેન્ટાઈન હોય અને જમવાનું બનાવી શકે તેવી પરિસ્થિતિના હોય તેવા લોકો રાધે રાધે પરિવાર દ્વારા ફ્રીમાં ભોજન પુરુ પાડવામાં આવશે. જે પણ વ્યક્તિએ આ સેવાનો લાભ લેવો હોય તે 8141743241 અને 9157637877 પર ફોન કરીને સંપર્ક કરવાનો રહેશે. હાલ આ સેવા ગાંધીનગરના સેક્ટર 1થી 30માં ચાલુ છે.’

રાધે રાધે પરિવારના તન્મય પટેલે જણાવ્યું કે, ગત વર્ષે જનતા કરફ્યુથી આ શરૂઆત કરી, લોકડાઉનના ત્રણ મહિના દરમિયાન દરરોજ 1100 લોકોને દરરોજ બંને ટાઈમ ભોજન પૂરું પાડતા હતા. જેમાં ફાયરબ્રિગેડ, પોલીસ જવાન, મીડિયાકર્મી અને જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે. બપોર અને સાંજના ભોજનમાં અમે ક્યારેક દાલ-બાટી, ઢોસા, જલેબી, મોહનથાળ, રસ સહિતની વાનગીઓ મોકલતા. પરંતુ વચ્ચે બધુ ચાલુ થઈ જતાં અમે બંધ કર્યું પરંતુ કોરોના વોરિયર્સને ભોજન પહોંચાડવાનું ચાલુ રાખ્યું અને હજી પણ ચાલુ છે.

હવે ફરીથી કોરોનાના કેસો વધતા લોકોના ફોન ચાલુ થયા એટલે અમે શનિવારથી ફરીથી આ નિ:શુલ્ક સેવા શરૂ કરી છે. હાલ દરરોજ 400-500ની નોંધણી થાય છે. લોકો જેટલા દિવસ ક્વોરેન્ટાઈન રહે છે તેટલા દિવસ તેમને બપોર અને સાંજનું ભોજન પૂરું પાડવામાં આવે છે. જ્યારે તેઓ ફોન કરીને ના પાડે ત્યારે અમે ટિફીન મોકલવાનું બંધ કરીએ છીએ. આ સેવામાં પોલીસનો પણ પૂરેપૂરો સહકાર છે.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્ટાર-2020 સર્ટિફિકેટ અપાયું

ગત વર્ષે લોકડાઉનમાં કોરોના વોરિયર્સ (પોલીસ જવાનો, ફાયર બ્રિગેડના જવાનો, 108ના કર્મચારીઓ)ને માસ્ક, સેનેટાઇઝર, છાશ, લીંબુનો શરબતનું વિતરણ કર્યું હતું. ઉપરાંત લોકડાઉનમાં રાધે રાધે પરિવાર દરરોજ 1100થી વધુ ગરીબ પરિવારોને ભોજન આપતુ હતું. જેથી પરિવારની સરાહનીય કામગીરી બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (લંડન) દ્વારા સ્ટાર-2020 સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યુ હતું.

કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈ તન્મય પટેલની સરકારને રજૂઆત છે કે, હાલની સ્થિતિ પ્રમાણે વીકેન્ડ કરફ્યુની જરૂર છે, જેથી થોડી રાહત મળી શકે છે. લોકોથી અપીલ છે કે, તેઓ જરૂરી કામ વગર ઘરેથી બહાર ન નીકળે અને જાહેરમાં માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો