‘ક્વિટ ટોબેકો કેમ્પેઇન.’ ગલ્લે જઇને સિગારેટ માગી 7 વર્ષની દીકરી લોકોને સિગારેટ છોડાવી રહી છે, અત્યાર સુધી 50 લોકોને વ્યસન છોડ્યું

નાસિકઃ ‘કાકા ચાર દિવસથી કશ નથી લીધા, બે-ત્રણ કશ મારવા દો ને…’ સાત વર્ષીય બાળકી જ્યારે આવું કહે છે ત્યારે પાનની દુકાને ઊભેલા લોકોના હાથમાંથી સિગારેટ પડી જાય છે. પછી એ બાળકી એ વ્યક્તિને વોટ્સએપ ગ્રૂપમાં એડ કરે છે અને શરૂ થાય છે, ‘ક્વિટ ટોબેકો કેમ્પેઇન.’ આ કેમ્પેઇન સાથે જોડાયા પછી 50 લોકોએ ધુમ્રપાન છોડી દીધું છે. જાણો હૃદયાની કહાની, તેની જુબાની…

‘મારા કાકાને સિગારેટના કારણે કેન્સર થયું હતું. તેમને ખબર હતી કે ધુમ્રપાન સ્વાસ્થ્યને નુકસાન કરે છે, છતાં તેઓ સિગારેટ પીતાં હતાં. મને એ નહોતું ગમતું. મેં મારા પિતાને પૂછ્યું કે, લોકોને ખબર છે કે સિગારેટથી કેન્સર થાય છે? તેમણે કહ્યું: હા. મેં પૂછ્યું કે, તો લોકો કેમ સિગારેટ પીવે છે? તેમણે જવાબ આપ્યો: ખબર નહીં. પછી મેં પૂછ્યું કે જો હું બધાને વાકેફ કરીશ તો તેઓ સિગારેટ નહીં પીવે? તો પિતાએ જવાબ આપ્યો કે, તારે લોકોને કહીને જોવું જોઈએ. એ પછી જ્યારે પણ હું પાનની દુકાને કોઈને સિગારેટ પીતા જોતી ત્યારે તેમની પાસે જઈને સિગારેટ માગતી. પોતાની સામે નાની બાળકીને જોઈને કેટલાકના હાથમાંથી સિગારેટ પડી જતી. પછી હું તેમને કહેતી કે, સિગારેટ નહીં પીવી જોઈએ. એ લોકોને વોટ્સએપ ગ્રૂપમાં પણ એડ કરતી અને દરરોજ સિગારેટ છોડવા પ્રોત્સાહિત કરે એવા વીડિયો મોકલતી. આ બધું જોઈને કોઈ સિગારેટ છોડે તો મને ખુશી થાય છે. હવે હું ઘરે રહીને ભણું છું, જેથી આ કેમ્પેઇનમાં વધુ સમય આપી શકું’..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો