થોડા સમય પહેલાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ સિવિલ સેવા પરીક્ષા-2019ના પરિણામ જાહેર કર્યા છે. રિઝલ્ટ જાહેર થતાની સાથે દેશમાં રોજ મુશ્કેલી અને મહેનતથી સફળતા મેળવનારા વિદ્યાર્થીઓની મોટિવેશનલ સ્ટોરી સાંભળવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તમિલનાડુના મદુરાઈ શહેરમાં રહેતી પૂર્ણા સુંદરીએ UPSC સિવિલ સર્વિસ 2019માં ઓલ ઇન્ડિયા રેન્ક 286 મેળવ્યો છે, પરંતુ આ પરીક્ષા પાસ કરવાનો રસ્તો સરળ નહોતો. દૃષ્ટિહીન હોવાથી પૂર્ણાના રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવી હતી. પરિવારના સપોર્ટથી તેણે અશક્ય કામમાં 5 વર્ષની મહેનત પછી સફળતા મેળવી.
Tamil Nadu: Poorna Sundari, a visually impaired woman from Madurai secured 286th rank in UPSC civil services exam 2019.
She says,"My parents have supported me a lot. I would like to dedicate my success to them. This was my 4th attempt, I devoted 5 years to this exam." pic.twitter.com/l84jEvysV5
— ANI (@ANI) August 12, 2020
પૂર્ણાની આ સફળતામાં તેના સેલ્સ એક્ઝીક્યુટીવ પિતા અને હાઉસ વાઈફ માતાનું સૌથી મોટું યોગદાન છે. પૂર્ણાએ પોતાની સફળતા પર જણાવ્યું કે, મારા માતા-પિતાની ઈચ્છા હતી કે હું IAS ઓફિસર બનું. મારી સફળતાનો શ્રેય પેરેન્ટ્સને જાય છે. પૂર્ણાએ ચોથા પ્રયત્નમાં આ પરીક્ષા પાસ કરી. તે વર્ષ 2016થી પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી. પોતાની મહેનત અને લગનથી સફળતા મેળવનારી પૂર્ણા તે દરેક લોકો માટે પ્રેરણાસમાન છે જેઓ પોતાની નિષ્ફળતાથી દુઃખી થઇને હાર માની લે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..