ગુજરાતમાં AAPનું શક્તિપ્રદર્શન: પંજાબના CM ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ 2 એપ્રિલે અમદાવાદમાં રોડ શો કરશે

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની નજર હવે ડિસેમ્બર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે. AAP દ્વારા બન્ને નેતાના રોડ શોને લઈ પોલીસ પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી નિકોલ ખોડિયાર મંદિર સુધી 4 કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.

વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે
આમ આદમી પાર્ટીનાં વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, પંજાબમાં ભવ્ય વિજય બાદ હવે ગુજરાતમાં AAP ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડત લડવા માટે સ્ટ્રેટજી બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP પોતાની જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે.

ગુજરાત AAPના નેતાઓ સાથે બેઠક કરશે
આમ આદમી પાર્ટી દ્વારા નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજવાના છે. બંને નેતાઓ 2 એપ્રિલે સવારે તેઓ ગુજરાત આવશે અને AAPના નેતાઓ સાથે બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે પૂર્વ વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશન પાસે આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી બાપુનગર ખોડિયાર મંદિર, બાપુનગર ચાર રસ્તા, ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપા નગર એપ્રોચ, ટોરેન્ટ પાવર સ્ટેશન, પંચમ મોલ થઈ અને નિકોલ ખોડીયાર મંદિર પાસે રોડ શો પૂરો થશે.

ભાજપ અને કોંગ્રેસની રોડ શો પર નજર રહેશે
બન્ને મુખ્યમંત્રીઓના આ સંભવિત કાર્યક્રમને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ પરમિશન મળી ગયા બાદ આમ આદમી પાર્ટી રોડ શોની ભવ્ય તૈયારીઓ કરશે. ચાર કિલોમીટરના આ રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાવાના છે અને AAPનું શક્તિપ્રદર્શન યોજાવાનું છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસની પણ આમ આદમી પાર્ટીના આ રોડ શો પર નજર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો