ભાવનગર કલેક્ટર ઓફિસમાં 30 વર્ષ સુધી નોકરી કરતા પ્યુન નિવૃત્ત થતા કલેક્ટરે પોતાની ખુરશી પર બેસાડી આપી વિદાય

ભાવનગર કલેકટર કચેરીના વર્ગ-4ના કર્મચારી હિંમતભાઇ બારૈયા કે જે છેલ્લા ૩૦ વર્ષથી કલેકટર ઓફિસમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે 30 એપ્રિલના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેને વિદાય આપવામાં આવી હતી. નિષ્ઠાપૂર્વકની પોતાની ફરજના અંતિમ દિવસે હિંમતભાઇને કલેક્ટરની ચેમ્બરમાં કલેક્ટરની ખુરશી પર બેસાડી વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પળ તેમના જીવન માટે યાદગાર બની રહેશે કારણ કે ફરજ દરમિયાન જે ખુરશીની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે તે ખુરશી પર જ તેને બેસાડી તેમજ અધિકારીઓએ બંને બાજુ ઉભા રહી ગયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ તાળી પાડી પ્યુનનું સન્માન કર્યું

ભાવનગર કલેક્ટરની ખુરશી પર બેઠેલા આ વ્યક્તિ કલેક્ટર નહીં પરંતુ કલેક્ટર કચેરીના પટ્ટાવાળા હિંમતભાઇ બારૈયા છે. જ્યારે કલેકટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓએ બાજુમાં ઉભા રહી તાળીઓ વગાડી તેમનું અભિવાદન કરી ફરજ પરની અંતિમ પળોને યાદગાર બનાવી હતી. હિંમતભાઈએ પ્યુન તરીકે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સમર્પણભાવે આ ખુરશીની સેવા કરી. ત્યારે ફરજ પરથી નિવૃત થતાની વેળાએ એ જ ખુરશી પર બેસાડીને વિદાયમાન કરવામા આવ્યું હતું .વર્ગ-4 ના આ કર્મચારીને મળેલું આ સન્માન એને આજીવન યાદ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો