રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે કોળુ કરે છે શરીરનાં ઘણાં દુખાવા દૂર, કોળું ખાવાના ફાયદા જાણો અને શેર કરો

ગુજરાતમાં કોળું ખાવાની વાત સાંભળી ઘણા લોકો સંકોચ અનુભવે છે. પરંતુ કોળું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોળામાં રહેલા પોષક તત્વોના કારણે તેને ખોરાકમાં સામેલ કરવું જોઇએ. શરદી ઉધરસ સમયે કોળું ખાવાથી રાહત થાય છે કોળામાં રહેલા વિટામીન એ, કેરોટીન, ઝેન્થાઇન અને ઝેક્સેન્થિન સંક્રમણ સામે લડવા, ઇમ્યુનિટી વધારવા અને ઝડપથી રિકવર થવા મદદ કરે છે.

તેમાં મળતા વિટામિન B અને B6 સોજા ઓછા કરવા અને PMS દુઃખવો દૂર કરવા મદદ કરે છે. ફોલેટ આયરનના આત્મસાતમાં સુધારો કરવા માટે પણ મદદરૂપ થાય છે. આ સાથે જ એચબીના સ્તરને પણ સુધરે છે. કોળુ ચોમાસાની સીઝનમાં ખીલ અને ખોડા જેવી તકલીફો પણ દૂર ભગાડે છે. અહીં કોળું ખાવાના ફાયદા જણાવ્યા છે.

આયરનથી ભરપુરકોળામાં આયરનનું પ્રમાણ ઘણું હોય છે. આયરન શરીર માટે ખૂબ મહત્વનું તત્વ છે. જે અલગ અલગ ખોરાકમાંથી મળે છે. જો આયરનનું પ્રમાણ શરીરમાં ઓછું થઈ જાય તો વ્યક્તિ એનિમિયાનો ભોગ બની શકે છે. પરિણામે શરીરમાં ઊર્જાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. ચક્કર આવે છે. ચામડી અને નખ પીળા પડી જાય છે. તમે આ પૌષ્ટિક શાક ખાઈ સૌથી સ્વાદિષ્ટ રીતે આયરન મેળવી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ વધારે- કોળું ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. તેમાં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે. પોષક તત્વોનું શક્તિશાળી કોમ્બિનેશન હોવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીટા-કેરોટીન વિટામિન એમાં પરિવર્તિત થઈ જાય છે. જે સફેદ રક્તકણોના નિર્માણને વેગ આપે છે. પરિણામે સંક્રમણ સામે લડવામાં મદદ મળે છે.

વજન ઘટાડે- કોળામાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, કૅલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ફેટ નહીંવત્ હોય છે. ફાઇબરનું વધુ પ્રમાણ હોવાના કારણે વજન ઓછું કરવામાં મદદ મળે છે. ફાઈબરથી ભરપૂર ખોરાક પચાવવમાં શરીર વધુ વાર લગાડે છે. જેનાથી ભૂખ કંટ્રોલ કરવામાં મદદ મળે મળે છે. કોળું પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેથી તમારે કોળાનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ.

ઋતુગત બીમારીઓ દૂર ભગાડે- ચોમાસામાં મોટાભાગના લોકોને શરદી-ખાંસી અને ગળાના કર્કશની સમસ્યા સતાવે છે. જેની સામે લડવા કોળું તમને મદદ કરી શકે છે. તેમાં વિટામિન એ, ઈ, સી અને આયરનનું ભરપૂર પ્રમાણ હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમને નાની મોટી બિમારીઓથી બચાવે છે.

આંખો માટે ફાયદાકારક – કોળામાં વિટામિન સી હોય છે. જેના કારણે તે આંખ માટે ફાયદાકારક છે. સામાન્ય રીતે યોગ્ય પોષક તત્વો લેવાથી આંખો ખરાબ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. કોળામાં પોષક તત્વનું પ્રમાણ વધુ હોય છે. પરિણામે ઉંમર વધવાની સાથે તમારી આંખો બગડતી નથી. આવી સ્થિતિમાં તેમાં રહેલા બીટા કેરેટીન તમારા શરીરને જરૂરી વિટામિન એ આપે છે.

ત્વચા અને વાળ માટે આશીર્વાદરૂપ- કોળામાં વિટામિન એ વધુ પ્રમાણમાં હોય છે. આ વિટામિન એન્ટી એજિંગ એટલે કે ઉંમરના વધારાને રોકતું પોષકતત્વ છે. જેનાથી ત્વચાના નવા કોષ બનવામાં મદદ મળે છે. મુલાયમ અને ચમકદાર ત્વચા માટે કોલેજનનું ઉત્પાદન વધારે છે. આ ઉપરાંત તે ખાવાથી હિમોગ્લોબીનનું લેવલ તમને તાજગીનો અનુભવ કરાવે છે. ખીલ સામે લડવામાં મદદ કરે છે. શિયાળામાં થતો ખોડો પણ દૂર ભાગે છે. કોળાના ગુચ્છાથી તમે નેચરલ ફેસમાસ્ક પણ બનાવી શકો છો. જે ત્વચાને એક્સફોલીએટ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો