કોળાના બીજની (pumpkin seeds) ન્યુટ્રીશન વેલ્યુ (Nutrition value) ખૂબ જ વધુ હોય છે. જો તમે નિયમિત બ્રેકફાસ્ટમાં (Breakfast) એક ચમચી કોળાના બીજનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જે તમારા શરીરમાં ઝિંક, મૈગ્નીશિયમ અને હેલ્ધી ફેટની આપૂર્તિ કરે છે. કોળાના બીજમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન, હાઈ ફાઈબર રહેલા છે જેનો ઉપયોગ મિઠાઈ બનાવવામાં અને વ્યંજન બનાવવામાં કરવામાં આવે છે. હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર કોળાના બીજમાં ફોસ્ફરસ, મૈગ્નીશિયમ, આયર્ન, ઝિંક, કોપર, વિટામિન કે, પ્રોટીન, ફાઈબર ફેટી એસિડ, પોટેશિયમ, વિટામિન બી 2 અને એન્ટી ઓક્સીડેન્ટ રહેલા છે જે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. અહીં કોળાના બીજના ફાયદાની જાણકારી આપવામાં આવી છે.
બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે
કોળાના બીજમાં મૈંગેનીઝ, કોપર, ઝિંક અને ફોસ્ફરસ રહેલા છે જે બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. કોળાના બીજમાં રહેલા મિનરલ્સના કારણે બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તથા બ્લડ સ્ટ્રીમ્સમાં સુગરને અવશોષિત કરે છે જેનાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે.
વજન નિયંત્રિત રાખે છે
કોળાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે તમારા પેટને ભરેલું રાખે છે. જેના કારણે ભોજન જોઈને ક્રેવિંગ થતી નથી અને જમવાનું ઓછું ખાવામાં આવે છે. ઓછુ ખાવાથી વજન પણ ઝડપથી ઉતરે છે.
મેટાબોલિઝમ વધારે છે
કોળાના બીજ મેટાબોલિઝ્મ વધારે છે. જેનાથી પાચન કરવામાં વધુ સમય લાગે છે અને પેટ વધુ સમય સુધી ભરેલુ રહે છે. જેનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
કોળાના બીજમાં ભરપૂર માત્રામાં ઝિંક રહેલું છે અને ઈમ્યુન સિસ્ટમમાં સુધારો કરે છે. કોળાના બીજનું સેવન કરવાથી શરીરને સર્દી, ખાંસી, કફ અને તમામ પ્રકારના વાયરલ ઈંફેક્શન સામે રક્ષણ મળે છે.
સુગર કંટ્રોલમાં રહે છે
કોળાના બીજમાં ઇન્સ્યુલિનની માત્રા સંતુલિત કરવાની ક્ષમતા રહેલી છે. જે બ્લડ સ્ટ્રીમ્સમાં સુગરને અવશોષિત કરે છે જેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. પાચન પ્રક્રિયાને ધીમી કરે છે જેનાથી લોહીમાં સુગરની માત્રા ઓછી થઈ જાય છે. પૈંક્રિયાજને યોગ્ય માત્રામાં ઈંસ્યુલિન નિર્માણ માટે ભરપૂર સમય મળે છે અને ગ્લુકોઝ લેવલ પણ સામાન્ય રહે છે.
એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર
કોળાના બીજમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ રહેલા છે, જે ફ્રી રેડિકલ્સથી ત્વચાનું રક્ષણ કરે છે. કોઈ પણ પ્રકારના ઇન્ફ્લેમેશનને પણ દૂર કરે છે અને એજિંગ પ્રોસેસને ધીમી કરે છે.
હ્રદયને સ્વસ્થ રાખે છે
કોકમનું સેવન કરવાથી ખરાબ કૉલસ્ટ્રોલ દૂર થાય છે અને હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. જેનાથી હ્રદય સ્વસ્થ રહે છે અને કોઈ પણ પ્રકારની બીમારી સામે રક્ષણ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..