પબજી ગેમથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો, આપઘાત કરવા જતી પત્નીને 181ની ટીમે બચાવી

છેલ્લા ઘણા સમયથી મોબાઇલ પર ઓનલાઇન પબજી ગેમ હવે ઘરેલુ કંકાશ માટે પણ નિમિત બની રહી હોવાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં ખંભાળીયામાં રહેતો પતિ પબજી ગેમમાં વ્યસ્ત બની પૂરતો સમય ન આપતો હોવાની ફરીયાદ સાથે અંતિમ પગલુ ભરવા જતી પત્નીને દોડી ગયેલી 181ની ટીમે બચાવીને પતિને સમજાવતા પરીવાર તૂટતો બચ્યો હતો.

ખંભાળીયા ખાતે કાર્યરત 181ની ટીમને હેલ્પનો કોલ આવ્યો હતો, જેમાં પરીણીતા આપઘાત કરવા જતી હોવાનો સંદેશો સાંપડતા જ કાઉન્સીલર દિપીકા ગામેતીપ કોન્સટેબલ માનસીબેન કણઝારીયા અને પાયલોટ વિનોદ કરંગીયા સહીતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.સૌ પ્રથમ પરીણીતાને સાંત્વના આપી શાંતિથી પુછપરછ કરતા તેણે અવાર નવાર ઘરમાં કંકાશ થતો હોવાનુ જણાવ્યુ હતુ. તેણીએ ઉમેર્યુ હતુ કે, પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ગૃહ કંકાશ પણ થાય છે.

ગેમમાં વ્યસ્ત પતિ સમય આપતો ન હોવાની પત્નીની ફરિયાદ

જયારે આ મામલે પતિ સાથે ટીમે વાતચિત કરતા પોતે મોબાઇલમાં પબજી ગેમ રહે છે.જેથી કયારેક રાત્રે પણ ઘરની બહાર રહે છે.આથી પત્નીને સમય આપી શકતો નથી.આ ઉચ્ચારણના કારણે 181ની ટીમે દંપતિને સાથે બેસાડીને સમજાવટ કરી હતી.

જેમાં પતિને પણ પબજી ગેમ રમવાથી કેટલુ નુકશાન થાય છે,પરીવારને પણ સમય આપી શકતા નથી ઉપરાંત નોકરી-ધંધા પર પણ ધ્યાન આપી શકતા નથી.જે ખરાબ ટેવના કારણે ઘર બરબાદ થતુ હોવાની સમજાવટના અંતે પતિએ પણ પોતાને ભુલ સમજાઇ ગઇ છે.હવે હુ કોઇપણ ગેમ રમીશ નહી અને પત્ની તેમજ માતા-પિતા અને બાળકોને પુરતો સમય આપી નોકરી-ધંધા પર ધ્યાન આપીશ એવી ખાત્રી આપી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો