બેંગલોરના યુવાનો પર ગેમિંગની લત હાવી થઈ રહી છે. જેના કારણે તેમની ફિઝિકલથી લઈને મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર થઈ રહી છે. PlayerUnknown’s Battleground જેને PUBG પણ કહેવાય છે અત્યારે બેંગલોરના પેરેન્ટ્સ માટે એક નવી પરેશાની બની ગયું છે. આ ગેમને કારણે મેન્ટલ હેલ્થ કંડીશનના 120 કેસ અત્યાર સુધી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓોફ મેન્ટ્લ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સમાં રિપોર્ટ કરવામાં આવ્યા છે.
થાય છે આવી તકલીફો
ઊંઘ ન આવવી, અસલ જીવનથી દૂર થઈ જવું, કોલેજ અને સ્કૂલમાં સતત ગેરહાજર રહેવું, ગ્રેડ્સ ઓછાં આવવા અને ગેમ છોડવા પર ગુસ્સો વધવા જેવી સમસ્યાઓથી પીડિત યુવાન દર્દીઓની વધતી સંખ્યા જોઈએ ડોક્ટર્સ પર હેરાન છે.
આ ગેમથી ખરાબ અસરથી વધી રહી છે સમસ્યા
સાઈકોલોજીના પ્રોફેસર ડોક્ટર મનોજ શર્મા અનુસાર, પબજી ગેમને લગભગ 8 મહિના પહેલાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆતના 3 મહિનામાં 3-5 કેસ ગેમના સાઈડ ઈફેક્ટ્સને કારણે સામે આવ્યા હતા. જોકે સપ્ટેમ્બરમાં બેંગલોરમાં આયોજિત ટૂર્નામેન્ટ પછી આ સંખ્યામાં વધારો થયો છે. હવે દર મહિને 40 કેસ જોવા મળી રહ્યાં છે.
ગેમિંગની લતને કારણે ઘણાં યુવાનો માનસિક સમસ્યાઓથી પીડિત છે. આનો કોઈ ઈલાજ નથી બસ સમય અને ધૈર્યની સાથે સારાં કાઉન્સેલિંગથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. બાળકોની આ મેન્ટલ હેલ્થની અસર પેરેન્ટ્સ પર પણ થાય છે. જેના કારણે ઘણીવાર પેરેન્ટ્સની પણ કાઉન્સેલિંગ કરવી પડે છે.
શું છે PUBG
પબજી એક કોમ્બેટ ગેમ છે. જેમાં 100 પ્લેયર્સ એરપ્લેનથી એક આઈલેન્ડ પર ઉતરે છે. અહિંયા પહોંચવા પર ત્યાં રહેલાં અલગ-અલગ ઘર અને સ્થાન પર જઈને આર્મ્સ, દવાઓ અને કોમ્બેટ માટે જરૂરી વસ્તુઓ કલેક્ટ કરવાની હોય છે. પ્લેયર્સને બાઈક, કાર અને બોટ મળે છે, જેથી પ્લેયર્સ દરેક જગ્યાએ જઈ શકે અને અન્ય ઓપોનેન્ટને ગેમમાં મારીને આગળ વધી શકે. 100 લોકોમાં છેલ્લે સુધી ટકી રહેનાર પ્લેયર વિનર બને છે.