પૃથા પટેલ ન્યૂ ઇંગ્લેન્ડમાં જાણીતું નામ છે, 40 જેટલી પ્રોપર્ટીને કરે છે એકલા હાથે મેનેજ

પૃથા પટેલ ન્યૂઇંગ્લેન્ડમાં જાણીતું નામ છે. ભારતીય મૂળની પૃથા પટેલ પૂર્વ મિસ ન્યૂ ઇંગ્લેન્ડ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ તેણે નાસુર (ચામડીનો રોગ) થી પીડિત દર્દીઓમાં જાગૃતિ લાવવા માટે કર્યું છે. ડિસેમ્બર 2017માં તેઓ મિસ યૂનિવર્સના એક વર્ષ જૂની ઉપાધીથી મુકત થયા છે.

બોસ્ટનમાંથી સ્નાતક

બોસ્ટન યૂનિવર્સિટીમાંથી સ્નાતક પૃથા પટેલ ઓરેન્જ લીફ યોગર્ટના વાઇસ પ્રેસિડેન્ટ છે અને 40 જેટલી કોમર્શિયલ પ્રોપર્ટીને ન્યૂઇંગ્લેન્ડમાં તેમના હોમટાઉન ઇસ્ટ ગ્રીનવિચમાં એકલા હાથે સંભાળે છે. ગ્રીનવિચ, વોરવીક અને ઇસ્ટ સાઇડમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટ ગ્રુપની આ પ્રોપર્ટીને એક મહિલા તરીકે સંભાળવી ઘણી મુશ્કેલ છે. પરંતુ પોતાના આત્મવિશ્વાસ અને હિંમતથી તેઓ આ પ્રોપર્ટીને મેનેજ કરી રહ્યા છે. 2013માં પૃથાએ બેનેફિટ સ્ટ્રીટમાં ચાર યૂનિટનું એક ઘર ખરીદ્યા બાદ આ વિસ્તારની પ્રોપર્ટીમાં રસ દાખવ્યો હતો.

પૃથા પટેલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે ઓરેન્જ લીફ પાર્ટર્નર્સ તેમના બિઝનેસને ડાઇવર્સિફાઇડ કરવા માંગતા હતા ત્યારે તેમણે મને તેમનો બિઝનેસ સંભાળવા માટે કહ્યું હતું. મને જો કે રિયલ એસ્ટેટ મેનેજમેન્ટમાં કંઇ ગતાગમ પડતી નહોતી પરંતુ હું મારૂ પહેલુ ઘર ખરીદી રહી હતી તેથી મેં વિચાર્યું કે આમાંથી મને શિખવા મળશે.

પૃથા પટેલને નવા પડકારો ઉઠાવવા પસંદ છે. નવરાશના સમયમાં લેડી પ્રોજેક્ટ બોર્ડને સંભાળે છે જે એક નોનપ્રોફિટ સંસ્થા છે. આ સંસ્થા મહિલાઓને પ્રેરણા પૂરી પાડવાની સાથે એકબીજા સાથે કનેક્ટ કરે છે. કારણ કે તેમની ઓફિસમાં તો તે એકમાત્ર મહિલા છે. તેથી લેડી પ્રોજેક્ટમાં તે અન્ય મહિલાઓ સાથે સંપર્કમાં રહી શકે છે.

પૃથા પટેલ રોડ આઇલેન્ડની સ્ટીયરિંગ કમિટીમાં છે. જે ટ્રેનિંગ અને એજ્યુકેશનથી તેના પાર્ટિસિપેન્ટ્સને મદદરૂપ થાય છે. પૃથા તેને લીડ કરે છે. જૂન 2015માં પૃથાને ખબર પડી કે તેમને નાસુર (ચામડીના ચાંદાનો રોગ) છે. મહિનાઓ સુધી તેમને આરામ કરવો પડયો. શારિરીક રીતે તેઓ નબળા પડી ગયા. તેમણે જોયું કે રોડ આઇલેન્ડમાં આવા રોગના દર્દીઓ માટે કોઇ સપોર્ટ ગ્રુપ નથી. તેથી તેમણે આવા રોગના દર્દીઓ માટે કામ કરવાનું નક્કી કર્યું. સપ્ટેમ્બર 2016માં આ રોગના દર્દીઓ માટે અવેરનેસ પ્રોગ્રામ શરૂ કર્યા. આજે આ બાબત તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ બની ગઇ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો