આજે અમે તમને ચિયા સીડ્સના જોરદાર ફાયદાઓ વિશે જણાવીશું. જે અનેક રોગોમાં ફાયદાકારક છે. ચાલો જાણીએ.
ઘણાં એવા હેલ્ધી ફૂડ્સ હોય છે જે હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે. એવા જ એક હેલ્ધી બીજ છે ચિયા સીડ. આ બીજ પણ હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે. જેથી રોજ દિવસમાં એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ, સાથે-સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનું પ્રમાણ એક ચમચીથી વધુ ન થાય. આજે જાણો ચિયા સીડ્સ ફાયદાઓ વિશે.
ચિયા સીડ
તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે.
ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે.
તેમાં રહેલાં કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હાડકાં મજબૂત કરે છે.
એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળે છે.
તે ગ્લુટેન-ફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે.
ચિયા સીડ્સમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેથી તે ફ્રી રેડિકલ્સને કારણે થતાં સેલ્સ ડેમેજને રોકે છે.
ચિયા સીડ્સમાં પ્રોટીન અને એમિનો એસિડ્સ હોય છે. જે ભૂખને કંટ્રોલ કરે છે અને ક્રેવિંગને રોકે છે.
ચિયા સીડ્સમાં ફાયબર, પ્રોટીન અને ઓમેગા-3 હોવાથી તે હાર્ટ ડિસીઝના ખતરાને પણ દૂર કરે છે.
કઈ રીતે ખાવા
આ બીજ હમેશાં દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. વેજિટેબલ જયૂસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો. સ્મૂધી કે શેકમાં પણ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.
આ સીડ્સનો ઉપયોગ ઓટમીલ, દહીં કે અન્ય કોઇ ફળ સાથે ખાવામાં થઇ શકે છે. તેને શાકભાજીમાંથી તૈયાર સલાડમાં ભેળવીને પણ ખાઇ શકાય છે. તેને પુડિંગ, પેનકેક કે સ્મુઘીમાં નાંખીને પણ ખાઇ શકાય છે. ચિયા સીડ્સને ઓછામાં ઓછા અડધો કલાક પલાળવા જોઇએ જેથી તે ફુલી જાય છે. ત્યારબાદ જ તેનો પ્રયોગ કરી શકાય. તે ડિરેક્ટ ન ખાઇ શકાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..