ડીસામાં 13 વર્ષની વિદ્યાર્થિની સાથે છેડતી કરનાર નરાધમ આચાર્યને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી

રાજ્યમાં શાળાઓમાં ક્યારેક શિક્ષકે વિદ્યાર્થિનીની એકલતાનો લાભ ઉઠાવીને અથવા તો વિદ્યાર્થિનીને પરીક્ષામાં સારા માર્ક્સ આપવાની લાલચ આપીને અથવા તો તેને નાપાસ કરવાનું કહીને તેની સાથે શારીરિક અડપલા કર્યા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આવી જ ઘટના 4 વર્ષ પહેલા ડીસાની એક શાળામાં સામે આવી હતી. જ્યાં 13 વર્ષની વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા શારીરિક છેડતી કરવામાં આવી હતી. આચાર્યનું નામ લક્ષ્મણ પરમાર હોવાનું સામે આવ્યું હતું. તેને 14 ઓગસ્ટ, 2017ના રોજ શાળામાં જ્યારે રિસેસનો સમય હતો તે સમયે વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં બોલાવી હતી અને તે દરમિયાન તેને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિદ્યાર્થિની પ્રિન્સિપાલ લક્ષ્મણ પરમારના તાબે ન થતા તેણે વિદ્યાર્થિનીને એક તમાચો માર્યો હતો અને શાળામાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી સાથે જ આ ઘટનાની જાણ કોઈને પણ ન કરવા માટે કહ્યું હતું પરંતુ, વિદ્યાર્થિનીએ સમગ્ર ઘટનાની જાણ ઘરે આવીને તેના માતા-પિતાને કરતા માતા-પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. વિદ્યાર્થિનીના માતા-પિતાએ આ નરાધમ પ્રિન્સિપાલને પાઠ ભણાવવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું અને વિદ્યાર્થિનીને સાથે લઈને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

જેથી પોલીસ દ્વારા વિધાર્થિનીની ફરિયાદને આધારે આરોપી શિક્ષક લક્ષ્મણ પરમારની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. પોલીસે પુરતા પુરાવાઓ સાથે ડીસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જ્યાં આ કેસમાં બીજા એડિશનલ સેશન્સ જજ બી.જી. દવે દ્વારા નરાધમ આચાર્ય લક્ષ્મણ પરમારને IPCની કલમ 354, 323 અને 294-ખ અને સાથે પોક્સો એક્ટની કલમ 10 અને 12ના ગુનામાં કસૂરવાર ઠેરવીને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને સાથે 25,000 રૂપિયાનો દંડ ભરવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. જો દોષિત આચાર્ય 25,000 રૂપિયાનો દંડ ન ભરે તો તેની સજા વધુ ત્રણ મહિનાની કરવાનો હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ડીસા કોર્ટ દ્વારા આ નરાધમ આચાર્યને 5 વર્ષની સજા ફટકારતાં હવે વિદ્યાર્થિનીની એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે કુકર્મ કે તેની છેડતી કરવા માનસા રાખતા નરાધામો 7 વખત વિચાર કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો