બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ટેરીઝા મેની બ્રેગિટ સ્ટ્રેટેજીના મુખ્ય આલોચકોમાં સામેલ પ્રીતિ પટેલને નવા વડાપ્રધાન બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ રીતે બ્રિટેનમાં ભારતીય મૂળની આ પ્રથમ ગૃહમંત્રી બન્યા છે. પ્રીતિ કંઝરવેટિવ પાર્ટી નેતૃત્વ માટે બેક બોરિસ અભિયાનની મુખ્ય સભ્ય હતી અને પહેલેથી જ સંભાવના હતી કે તેમને કેબિનેટમાં કોઈ મોટી જવાબદારી આપવામચાં આવી શકે છે.
ગૃહમંત્રી બનાવ્યાની જાહેરાતના થોડા કલાક પહેલા જ પ્રીતિએ કહ્યું હતું કે, એ મહત્વપૂર્ણ છે કે કેબિનેટ આધુનિક બ્રિટન અને આધુનિક કંઝર્વેટિવ પાર્ટીને પ્રદર્શિત કરે. ગુજરાતી મૂળના નેતા પ્રીતિ બ્રિટનમાં ભારતીય મૂળના લોકોના તમામ મુખ્ય કાર્યક્રમોમાં અતિથિ હોય છે અને તેમણે બ્રિટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્સાહી પ્રશંસક તરીકે પણ જોવામાં આવે છે. બ્રિટનના યુરોપિયન સંઘ (ઇયુ)માંથી બહાર થવાના પક્ષમાં જૂન 2016ના જનમત સંગ્રહના નેતૃત્વમાં પ્રીતિ પટેલે વોટ લીવ અભિયાન ચલાવ્યું હતું.
47 વર્ષના પ્રીતિ પટેલ સૌથી પહેલાં વિટહૈમથી 2010મા સાંસદ તરીકે પસંદ થયા હતા. 2015 અને 2017મા તેમણે આ સીટ પરથી જીત નોંધાવી હતી. તેઓ કેમરૂન સરકારમાં રોજગાર રાજ્યમંત્રી પણ રહી ચૂકયા છે. 29 માર્ચ 1972ના રોજ લંડનમા જન્મ. તેમના માતા-પિતા યુગાંડાથી સરમુખત્યાર ઈદી અમીન દ્વારા એશિયનોને હાંકી કાઢવામા આવતા બ્રિટન આવી ગયા હતા. પ્રીતિ પટેલે કીલ યુનિવર્સિટીથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન અને એસેક્સ યૂનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે.
I am deeply honoured to be appointed as Home Secretary by our new Prime Minister @borisjohnson. Looking forward to working @ukhomeoffice to prepare our Country for leaving the EU, leading on matters of national security & public safety & keeping our borders secure.
— Priti Patel MP (@patel4witham) July 24, 2019
ટેરીઝા મે સરકારમાંથી આપવુ પડ્યુ રાજીનામુ
2 વર્ષ પહેલા એક વિવાદ પછી પ્રીતિ પટેલને ટેરીઝા મે સરકારમાંથી રાજીનામુ આપવુ પડ્યુ હતું. નવેમ્બર 2017માં પ્રીતિએ ઈઝરાયેલના અધિકારિઓની સાથે ગુપ્ત બેઠકોને લઈને રાજકીય પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યુ હતું, ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી તરીકે તેમને રાજીનામુ આપ્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.