મુંબઈની પ્રતીક્ષાની ઉંમર માત્ર 24 વર્ષની છે. પ્રતીક્ષા દાસ એકમાત્ર એવી યુવતી છે, જે મુંબઈના ઉબડખાબડ રસ્તા પર B.E.S.T. ની બસ ચલાવે છે. તેની પાસે બસ ચલાવવાનું લાઈસન્સ પણ છે. પ્રતીક્ષાએ તાજેતરમાં જ મિકેનિકલ એન્જિનિરિંગ પાસ કર્યું છે. પ્રતીક્ષા કહે છે કે, ભારે વાહન ચલાવવાનો તેનો પ્રેમ નવો નથી. તેણે સૌથી પહેલા બાઈક, પછી મોટી કાર ચલાવવાનું શરૂ કર્યું અને હવે તે બસો અને ટ્રકો ચલાવી શકે છે. તેને આવું કરવું ગમે છે.
કોણ કહે છે કે, મહિલાઓ ડ્રાઈવરની સીટ પર ન બેસી શકે
પ્રતીક્ષા ડેપોના અભ્યાસ માર્ગ પર બસો ચલાવી રહી છે. પ્રતીક્ષાએ કહ્યું કે, ‘કોણ કહે છે કે, મહિલાઓ ડ્રાઈવરની સીટ પર ન બેસી શકે? મેં તેનું સપનું જોયું અને આજે અહીં છું. આ ઘણું ખાસ છે અને હું આ ક્ષણની ગત વર્ષથી રાહ જોઈ રહી હતી. હકીકતમાં, દરેક વ્યક્તિ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે, તેનામાં બસ ધૂન હોવી જોઈએ.’
તેની ઉંમરની છોકરીઓ શોપિંગ મોલમાં જવાનું પસંદ કરે છે, પરંતુ પ્રતીક્ષાને બસ ચલાવવાનું પસંદ છે. તે બેધડક થઈને બસ ચલાવે છે અને કહે છે કે, તે એન્જોય કરે છે.
પ્રતીક્ષાએ જણાવ્યું કે, ‘મેં ગત મહિને મિકેનિકલન એન્જિનિયરિંગમાં મારી ડિગ્રી પૂરી કરી અને આરટીઓ અધિકારી બનવા ઈચ્છતી હતી. મારા આ લક્ષ્ય માટે મારે ભારે વાહનોના ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર હતી, કેમકે તે ફરજિયાત છે. હું બસ ચલાવવાનું શીખવા ઈચ્છતી હતી, એટલે તે યોગ્ય હતું. હકીકતમાં, હું રસ્તા પર અલગ-અલગ ગાડીઓ ચલાવવા ઈચ્છું છું. હું જ્યારે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે મેં મારા પપ્પાની બાઈક ચલાવવાનું શરૂ કર્યું. મેં બે દિવસમાં ઘોડેસવારી પણ શીખી લીધી હતી.’
બેસ્ટ ટ્રેનર પણ હતા આશ્ચર્યમાં
પ્રતીક્ષાએ જણાવ્યું કે, જ્યારે તે બસ પર ચડી તો તેના બેસ્ટ ટ્રેનર પણ આશ્ચર્યચકિત હતા. તેમણે કહ્યું કે, ‘મને યાદ છે કે ,BEST(Bombay Electric Supply & Tramway Company Limited) બસ પ્રશિક્ષકોને પહેલી વખત કોઈ યુવતીને તાલિમ આપવા વિશે જણાવાયું હતું. તે કહેવા લાગ્યા આ છોકરી ચલાવી શકશે કે નહીં?’
‘લોકોએ કહ્યું કે, તુ શું બસ ચલાવી શકીશ? અને મેં કરી બતાવ્યું’
પ્રતીક્ષાએ કહ્યું કે, બસ ચલાવવા માટે વધારે તાકાતની જરૂર હોય છે, કેમકે, તેના પૈડાંને ફેરવવા માટે વધારે તાકાત લાગે છે. લોકોએ પ્રતીક્ષાને કહ્યું કે, તે ઘણી નાની છે તો શું બસ ચલાવી શકશે? તેમણે કહ્યું કે, ‘લોકો મારી 5.4 ઈંચની ઉંચાઈનો ઉલ્લેખ કરી રહ્યા હતા અને મેં કરી બતાવ્યું.’
તસવીર સૌજન્ય: @Pratiksha Das- facebook/racerchick
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..