નોકરી ન મળી તો શરૂ કરી ગુલાબની ખેતી, હવે આ દીકરી કરી રહી છે મહિને રૂ.50,000ની કમાણી

પ્રેમનું પ્રતીક માનવામાં આવતા ગુલાબ પોતાના વિભિન્ન રંગો અને અદ્ભુત સુગંધ દ્વારા લોકોના દિલો પર રાજ કરે છે. બાળકથી લઇને વૃદ્ધો સુધી બધા તેના દીવાના છે. ગુલાબો પ્રત્યેના લોકોના આ પ્રેમે મહારાષ્ટ્રના નાગપુરના માણેવાડામાં રહેતી પ્રણાલી શેવાલેને તેની ખેતી કરવા માટે આકર્ષિત કરી. એગ્રીકલ્ચરમાં ડિપ્લોમા કર્યા પછી નોકરી ન મળી તો તેણે ગુલાબની ખેતી કરવી શરૂ કરી અને આજે તે દર મહિને તેનાથી 50 હજાર રૂપિયાની કમાણી કરી રહી છે.

બે મહિનાની લીધી ટ્રેનિંગ

– પ્રણાલીએ જણાવ્યું કે તેણે હોર્ટિકલ્ચરમાં ડિપ્લોમા કર્યું છે. ડિપ્લોમા કર્યા પછી નોકરીની શોધ કરી, પરંતુ તેમાં સફળતા ન મળી. બાળપણથી ગુલાબ પ્રત્યેના પ્રેમને લીધે તેને તેમાં બિઝનેસ કરવાની તક દેખાઈ.

– તેણે જોયું કે બજારમાં ગુલાબની ડિમાન્ડ ઘણી વધારે છે. જન્મદિવસ, એનિવર્સરી, વેલેન્ટાઇન ડે અને મધર્સ ડે જેવા પ્રસંગોએ ગુલાબના ઉપયોગનું ચલણ ખાસું વધી ગયું છે. એટલે તેણે નાગપુરમાં આવેલી એગ્રી ક્લિનિક એન્ડ એગ્રી બિઝનેસ સેન્ટર્સમાંથી બે મહિનાની ટ્રેનિંગ લીધી.

– ટ્રેનિંગ પૂરી થયા પછી પ્રણાલી પોલીહાઉસ એન્ડ ફ્લોરિકલ્ચરની શરૂઆત કરી.

13 લાખની લોન લઇને શરૂ કરી ગુલાબની ખેતી

– ટ્રેનિંગ પૂરી કર્યા પછી પ્રણાલીએ પોતાના પિતાની મદદથી એક એકર જમીન લીઝ પર લઇને ગુલાબની ખેતી માટે પોલીહાઉસનું નિર્માણ કર્યું. શરૂઆતમાં તેના આ પ્રોજેક્ટ પર કોઇપણ બેંકને ભરોસો ન હોવાથી 6 મહિના સુધી લોન મળવાની રાહ જોઇ.

– છ મહિના પછી બેંક ઓફ ઇન્ડિયા પાસેથી તેને 13 લાખ રૂપિયાની લોન મળી. 13 લાખની લોન અને કેટલી જમાપૂંજીથી 10,000 વર્ગફૂટમાં પોલીહાઉસ બનાવીને ટોપ સિક્રેટ વેરાયટી સાથે ગુલાબની ખેતી શરૂ કરી. આ પ્રોજેક્ટ પર તેનો કુલ ખર્ચ 16 લાખ રૂપિયા થયો. તેણે નવેમ્બર 2016માં પ્રણાલી પોલીહાઉસ એન્ડ ફ્લોરિકલ્ચરનો પાયો નાખ્યો હતો.

સબસીડી મળવાની જોઇ રહી છે રાહ

– પ્રણાલી જણાવે છે કે બેંકલોન પર તેને નાબાર્ડ પાસેથી 44 ટકાની સબસીડી મળી હતી, પરંતુ દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયા પછી પણ તેને હજુ સુધી સબસીડી મળી નથી. આ માટે લોનનું ઇન્ટરેસ્ટ ભરવું ભારે પડી રહ્યું છે.

– પ્રણાલીના જણાવ્યા પ્રમાણે, ગુલાબની ખેતીથી તે દરેક મહિને 50 હજાર રૂપિયાની કમાણી કરી લે છે. ક્યારેક-ક્યારેક કમાણી ઓછી પણ થઇ જાય છે. પહેલીવાર તેને ગુલાબની ખેતીમાંથી 35 હજાર રૂપિયાનો નફો થયો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુ