ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન(એઆઈએફએફ)ના અધ્યક્ષ પ્રફુલ પટેલ ફીફા કાઉન્સિલમાં સામેલ થનારા પ્રથમ ભારતીય બની ગયા છે. ફીફા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણી આજે શનિવારે 29મી એએફસી(એશિયન ફૂટબોલ કોન્ફરન્સ) કોંગ્રેસ કુઆલાલમ્પુર ખાતે યોજાયી હતી. જેમાં પ્રફુલ પટેલને 46માંથી 38 વોટ મળ્યા હતા. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ફીફાની સૌથી મોટી કમિટી છે. કાઉન્સિલમાં ચૂંટાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ 2019થી 2023 સુધીનો રહેશે.
ફીફા કાઉન્સિલના તરીકે મોટી જવાબદારી મળીઃ પ્રફુલ પટેલ
પ્રફુલ પટેલે તેમની પસંદગીને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું ખૂબ આભારી છું. એએફસીનાં એ તમામ સભ્યોનો હું આભાર માનું છું જેમણે મને આ પદ માટે યોગ્ય ગણી મારી પસંદગી કરી છે. ફાફી કાઉન્સિલનાં સભ્યનાં રૂપમાં આ મોટી જવાબદારી છે. હું માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર મહાદ્વીપનું પ્રતિનિધિત્વ કરીશ.
એઆઈએફએફનાં ઉપાધ્યક્ષ સુબત દત્તાએ કહ્યું કે, પ્રફુલ પટેલનો વિજય ભારતીય ફૂટબોલ માટે એખ માઈલસ્ટોન સમાન છે. તેમને ખૂબ શુભેચ્છાઓ. તેમનાં નેતૃત્વમાં ભારતીય ફૂટબોલ ખૂબ સારી ઉંચાઈ સુધી પહોંચશે. ફીફા કાઉન્સિલ સભ્યનાં રૂપમાં તેમની હાજરી એશિયન ફૂટબોલને પણ ચોક્કસ પણે ફાયદો કરાવશે.
પ્રફુલ પટેલના નેતૃત્વમાં એઆઈએફએફને 2014માં એએફસીના વાર્ષિક એવોર્ડમાં ગ્રાસરુટ લેવલ સાથે કામ કરવા સંદર્ભે એએફસી માન્યતા સાથેનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. એઆઈએફએફને 2016માં એએફસી સર્વશ્રેષ્ઠ વિકાસશીલ સભ્ય સંઘ માટે પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પ્રફુલ પટેલના નેતૃત્વમાં ફીફા અંડાર-17 વિશ્વ કપની સેમીફાઈનલની સુધીનું યજમાનપદ ભારતને મળ્યું હતું. અને એઆઈએફએફએ ભારતના આયોજનને બિરદાવ્યું હતું. ભારતને 2020 ફીફા અંડર-17 મહિલા વર્લ્ડકપનું યજમાનપદ પણ મળ્યું છે.